ભોપાલ : ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે પિતાએ ટેન્ટ હાઉસના ગાદલા ઘરે રખાવી દીધા હતા. આ ગાદલા જ બે માસુમ બાળકોના મોતનું કારણ બન્યા.
આ રૂવાંટા ઉભી કરી દેવી ઘટના રાતીબડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં બરખેલી કલા ગામાં રહેતા વિનીત મારણને મંડપ ડેકોરેશનનો ધંધો છે. વિનીતનો સંયુક્ત પરિવાર છે. શુક્રવારે તેમનો દીકરો હર્ષિત અને ભાઈની દીકરી અંશીકા બંને રમતા-રમતા ધાબા પર જતા રહ્યા. પરંતુ, ઘરના કોઈ સભ્યએ ધ્યાન ન આપ્યું. થોડા સમય સુધી બંને બાળકો દેખાયા નહીં તો, પરિવારને તેમની યાદ આવી અને બાળકોને શોધવાનું શરૂ કરી દીધી. જ્યારે બાળકો ક્યાંય ન દેખાયા તો ધાબા પર તપાસ કરવામાં આવી.
ગાદલા નીચે દબાયેલા હતા બાળકો
ધાબા પર મંડપ ડેકોરેશનના ગાદલા ફેલાયેલા પડ્યા હતા. ત્યારે તેમને સમેટવાની કોશિશ કરવામાં ૌઆવી તો બંને બાળકો એ ગાદલાઓની નીચે પડેલા હતા. પરિવારે તત્કાલ તેમને હોસ્પિટલ લઈ ગયો, જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકોએ દમ તોડી દીધો હતો.
સામાન્ય પગારદાર આંગણવાડી કાર્યકર નીકળી આલિશાન ઘરની માલકીન, લોકાયુક્તે કરી Raid
રમત-રમતમાં ગાદલાઓનો ઢગલો નીચે પડ્યો
ઉલ્લેખનીય છે કે, વિનીત મારણને મંડપ ડેકોરેશનનો ધંધો છે અને તેમના ભાઈ પ્રોપર્ટી ડિલર છે. લોકડાઉન અને કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે તેમણે મંડપ ડેકોરેશનનો થોડો સામાન ઘર પર લાવી દીધો હતો અને લગભગ 100 જેટલા ગાદલા અને રજાઈઓ છત પર રાખી હતી. અનુમાન છે કે, બંને બાળકો રમતા રમતા ધાબા પર ગયા હશે અને ગાદલાઓ પાસે રમવા લાગ્યા હશે. આ દરમિયાન ગાદલાનો ઢગલો લપસ્યો હશે અને બંને બાળક તેની નીચે દબાઈ ગયા હશે.
મહત્વની વાત એ છે કે, આ ઘટના દરેક મા-બાપ માટે ચેતવણી સમાન છે. બાળકો માસૂમ હોય છે, તેમનું ખુબ ધ્યાન રાખવું પડે છે. આ ઘટનામાં માતા-પિતાએ બાળકોને અઢી કલાક બાદ શોધવાનું શરૂ કર્યું, એટલે કે, બાળકો લગભગ બે કલાકથી ગાદલા નીચે દબાઈ રહ્યા અને પરિવારને ખબર ન હતા. પોલીસે આ મામલો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.