કોંગ્રેસના નેતાએ કહ્યું- 15 વર્ષમાં યુવતીઓ થાય છે પ્રજનન લાયક તો લગ્નની ઉંમર 21 કરવાની શું જરૂર?

મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ વિવાદાસ્પદ નિવેદન કર્યું

કોંગ્રેસ નેતાના નિવેદનના કારણે વિવાદ ઉભો થયો છે

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે એક સભામાં કહ્યું હતું કે યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની વાત પર સમાજમાં ચર્ચા થવી જોઈએ. આ મુદ્દે મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. સજ્જન સિંહે કહ્યું કે ડોક્ટરોના મતે જ્યારે યુવતીઓ 15 વર્ષે પ્રજનન લાયક થઈ જાય તો લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની જરૂર શું છે. જ્યારે પહેલા લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી છે તો 18 વર્ષ જ કેમ ના રહેવા દેવામાં આવે.

  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે એક સભામાં કહ્યું હતું કે યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની વાત પર સમાજમાં ચર્ચા થવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઘણી વખત મને લાગે છે કે સમાજમાં ચર્ચા થવી જોઈએ કે યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષ રહેવી જોઈએ કે તેને વધારીને 21 વર્ષ કરી દેવી જોઈએ. હું આ ચર્ચાને વિષય બનાવવા માંગું છું. પ્રદેશ વિચારે, દેશ વિચારે જેથી આ મામલે કોઈ નિર્ણય કરી શકાય.

  આ પણ વાંચો - યુવરાજ સિંહ સામે FIR ન નોંધવી હરિયાણા પોલીસને ભારે પડી, 3 અફસરો સામે તપાસનો આદેશ

  પ્રદેશ સ્તરીય સન્માન અભિયાનની શરૂઆત કરતા મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય મહિલાઓ સામે અપરાધના ઉન્મુલનમાં સમાજની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો, મહિલાઓ અને બાલિકાઓ માટે સન્માનજનક અને અનુકુળ વાતાવરણ તૈયાર કરવાનો અને સામાન્ય લોકોને કાનૂની પ્રાવધાનો પ્રત્યે એ રીતે જાગૃત કરવાનો છે કે તે મહિલા સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી શકે.
  Published by:Ashish Goyal
  First published: