ભોપાલ : મધ્ય પ્રદેશ (madhya pradesh)ના હાઇ પ્રોફાઇલ હની ટ્રૅપ (Honey Trap) કેસમાં ફસાયેલા પૂર્વ સાંસદની અશ્લીલ સીડી વિશે ચોંકાવનારી જાણકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પૂર્વ સાંસદની એક નહીં, બે નહીં, પરંતુ ત્રીસ સીડી (CD) બનાવવામાં આવી હતી. આ સીડી દ્વારા જ આરોપી મહિલા વારંવાર તેમને બ્લેકમેલ કરી રહી હતી. લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા ટિકિટ કપાવવાના ડરથી પૂર્વ સાંસદે આરોપ મહિલાને દુબઈ ટૂર પર મોકલી દીધી હતી.
પૂર્વ સાંસદની આ કારણે ટિકિટ કપાઈ હતી
સૂત્રોનું માનીએ તો, તપાસ દરમિયાન એક એવી વાત સામે આવી છે, જેનાથી તપાસ એજન્સી પણ ચોંકી ગઈ છે. જાણવા મળ્યું છે કે, એક પૂર્વ સાંસદની સીડી એક વાર નહીં, અનેકવાર બનાવવામાં આવી છે. આ સીડીના માધ્યમથી પૂર્વ સાંસદથી સૌથી પહેલા બે કરોડની રકમ માંગવામાં આવી. આ સિલસિલો અહીં અટક્યો નહીં. કુલ ત્રીસ અશ્લીલ સીડી બનવાના કારણે પૂર્વ સાંસદને વારંવાર બ્લેકમેલ કરવામાં આવ્યા. એક વાર તેઓએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો. એક વરિષ્ઠ નેતાના હસ્તક્ષેપ બાદ પૂર્વ સાંસદ આઘાતમાંથી બહાર આવી તો ગયા, પરંતુ ભોપાલની મહિલા આરોપીએ તેમનો પીછી છોડ્યો નહીં. આરોપી મહિલાએ તેમને વારંવાર બ્લેકમેલ પણ કર્યા અને એનજીઓ માટે અનેક સરકારી કામ પણ કરાવ્યા. ભોપાલથી ધરપકડ કરાયેલી આ મહિલા આરોપી સાથે એસઆઈટી પૂછપરછ કરી રહી છે.
હનીટ્રૅપની જાળમાં કેવી રીતે ફસાયા?
મળતી માહિતી મુજબ, રાજકીય પાર્ટીના સંગઠનના મોટા નેતા દ્વારા ભોપાલની મહિલા આરોપીથી પૂર્વ સાંસદની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આરોપી મહિલા પોતાના એનજીઓના કામથી પૂર્વ સાંસદને અનેકવાર મળી. આ દરમિયાન પૂર્વ સાંસદ મહિલાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયા અને તેમની એક પછી એક પૂરી ત્રીસ અશ્લીલ સીડી બનાવી દીધી. બ્લેકમેલ થયેલા પૂર્વ સાંસદે પહેલીવાર પીછો છોડાવવા માટે આરોપી મહિલાને બે કરોડ રૂપિયા આપ્યા હતા.
આત્મહત્યાનો પ્રયાસ
જ્યારે આરોપી મહિલાએ ત્રીસ સીડી બનાવવાની વાત પૂર્વ સાસંદને જણાવી તો તેઓએ બદનામીના ડરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસની આ ઘટના બાદ આરોપી મહિલા થોડાક મહિનાઓ સુધી શાંત રહી અને ત્યારબાદ તેણે ફરી પૂર્વ સાંસદને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. સાંસદ હતા ત્યારે નેતાજીએ આરોપી મહિલાના એનજીઓને ફંડિંગ અપાવ્યું અને અનેક સરકારી કામકાજ પણ કર્યા.
મહિલાને દુબઈ પણ મોકલી
હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાવવાના ડરથી પૂર્વ સાંસદે આરોપી મહિલાને થોડાક મહિનાઓ માટે પોતાના ખર્ચે દુબઈ ટૂર પર મોકલી દીધી. જોકે, ત્યારબાદ પણ તેમને ટિકિટ ન મળી. હનીટ્રૅપમાં ફસાયા હોવાના કારણે પાર્ટીએ પૂર્વ સાંસદની ટિકિટ કાપી દીધી. હવે પૂર્વ સાંસદની પાસે કોઈ મોટું પદ નથી. સીડી સાર્વજનિક થઈ જશે, તેનો તેમને ડર છે.