સવર્ણોમાં SC/ST એક્ટને લઈને ગુસ્સો, કર્યું ભારત બંધનું એલાન-MPમાં 144 લાગૂ

News18 Gujarati
Updated: September 6, 2018, 12:29 AM IST
સવર્ણોમાં SC/ST એક્ટને લઈને ગુસ્સો, કર્યું ભારત બંધનું એલાન-MPમાં 144 લાગૂ
સપાક્સ સમાજ (મધ્યપ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓનું સંગઠન છે) અને કરણી સેનાની આગેવાનીમાં આજે એટલે કે, ગુરુવારે, 6 સપ્ટેમ્બર સવર્ણ સમાજે ભારત બંધની જાહેરાત કરી છે.

સપાક્સ સમાજ (મધ્યપ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓનું સંગઠન છે) અને કરણી સેનાની આગેવાનીમાં આજે એટલે કે, ગુરુવારે, 6 સપ્ટેમ્બર સવર્ણ સમાજે ભારત બંધની જાહેરાત કરી છે.

  • Share this:
એસસી-એસટી સંશોધન એક્ટ વિરુદ્ધ સવર્ણોનો ગુસ્સો સતત વધતો જાય છે. સોશિયલ મીડિયામાં પણ હાલ સંશોધિત એસસી-એસટી એક્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. એક બાજુ ભારત બંધને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સપાક્સ સમાજ (મધ્યપ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓનું સંગઠન છે) અને કરણી સેનાની આગેવાનીમાં આજે એટલે કે, ગુરુવારે, 6 સપ્ટેમ્બર સવર્ણ સમાજે ભારત બંધની જાહેરાત કરી છે. સવર્ણોના આ બંધને ધ્યાનમાં રાખી દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને ભિંડ, ગ્વાલિયર, છત્તરપુર, રીવા, શિવપુરી, શ્યોપુર સહિત અહીં ઘણા શહેરોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સવર્ણ સમાજના ઘણા સંગઠન રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમના નિશાન પર બીજેપી અને કોંગ્રેસ બન્ને છે.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંસુ ગેસના ગોળા મોકલવામાં આવ્યા છે. શ્યોપુરમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં પહેલા ભાજપાના જિલ્લા કોષાધ્યક્ષ નરેશ જિંદલે રાજીનામું આપ્યું છે, બાદમાં ત્રણ પૂર્વ પદાધિકારીઓએ પણ પોતાનું રાજીનામું પાર્ટીને સોંપી દીધું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીઓને કેબિનેટ બેઠકમાં કહ્યું કે બંધને લઈને કોઈ પણ હિંસા ન થાય, તેના પર નજર રાખો.
First published: September 6, 2018, 12:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading