Home /News /national-international /મધ્યપ્રદેશમાં આદિવાસીઓની એક્તા રાજકિય પક્ષોની ઉંઘ હરામ કરશે

મધ્યપ્રદેશમાં આદિવાસીઓની એક્તા રાજકિય પક્ષોની ઉંઘ હરામ કરશે

  બિશન કુમાર: મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલથી 360 કિલોમીટર દૂર આવેલા સાવ અજાણ્યા એવા કુકશી તાલુકામાં મુળનિવાસી (ઇન્ડિજિનસ) લોકોનું એક રાજકિય પ્રકરણ લખાઇ રહ્યું છે. આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા છેક જિલ્લાઓમાંથી 40 જેટલા લોકો એક નાનકડી રૂમમાં એકઠા થયા હતા. તેમનું મુખ્ય કામ એ હતું કે, લોકસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારો નક્કી કરવાનું. આ ચર્ચા દરમિયાન ઘણા લોકોની ઉમેદવાર માટે ચર્ચા થઇ અને ત્રણ શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી થઇ. જેમાં કોઇ પાર્ટી હાઇકમાન્ડ નહોતું. કોઇ મોટા નેતાઓ નહોતા. ઉમેદવારો નક્કી કરવાનું કામ લોકોએ એક સહમતીથી કર્યું.

  આ લોકસભામાં જય આદિવાસી યુવા સંગઠન (જય) દ્વારા સૌ પ્રથમ વખત લોકસભામાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને એક નવી રાજકિય લડતની શરૂઆત કરી છે. આદિવાસીઓની આ લડત સમાન હક્ક અને અધિકારો માટેની છે અને હવે તેઓ હાંસિયામાં રહેવા માંગતા નથી. આ તેમને હુંકાર છે અને દેશને તે સંભળાવવા માંગે છે. જે ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે તેમાં મહેન્દ્ર કનૌજ (ધાર બેઠક). કમલેશ ડોડિયાર (ઝાંબુઆ બેઠક) અને પુષ્પા પેન્ડ્રમ (બેટુલ બેઠક). આ તમામ બેઠકો આદિવાસીઓ માટે અનામત બેઠકો છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ PM મોદીને ચૂંટણી પંચે ત્રીજી વખત આપી ક્લીનચીટ

  ખારગાંવ બેઠક માટેનાં ઉમેદવાર નક્કી કરવા માટે 6 મેનાં રોજ બેઠક મળશે.
  એક્તાની તાકાત મધ્યપ્રદેશમાં આદિવાસીઓની 22 ટકા વસ્તી છે અને તેમની એક્તા મહત્વનું પરિબળ બની શકે છે. આદિવાસીઓની એક્તા-ભાજપ અને કોંગ્રસ-બંનેને ભારે પડી શકે છે. મહત્વની વાત એ પણ છે કે, મધ્યપ્રદેશમાં 47 વિધાનસભા બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. આદિવાસીઓમાં ભીલ, ભીલાડા, ગોન્ડ, સહરિયા, બૈગા, કોર્કુ, ભારિયા, હલ્બા, કૌલ અને મારિયાનું સંખ્યાબળ ઘણું છે.
  એક અંદાજ મુજબ, બિન અનામત બેઠકો પર આદિવાસીઓની 40,000 થી લઇને 50,000 સુંધીને છે.

  જય નામના સંગઠનની 2012માં સ્થાપના કરવામાં આવી હતી. હવે આ સંસ્થા પાંચ રાજ્યોમાં વિસ્તરી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેષ થાય છે. આ સગંઠનમાં હાલ 12 લાખ સભ્યો છે.
  શિક્ષિત આદિવાસી યુવાને બેકારએ એવું લાગ્યું કે, પ્રસ્થાપિત રાજકિય પક્ષો આદિવાસીઓ માટે ખાસ કંશુ કરતા નથી. માત્ર વાતો કરે છે. તેમની માગણી વિશે ધ્યાન આપતા નથી. આદિવાસીઓનાં આ સગંઠને હવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 2013માં આ સગંઠને સૌ પ્રથમ વખત ફેસબૂક પંચાયતનું અલિરાજપુર જિલ્લામાં આયોજન કર્યું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ થાઇલેન્ડના રાજાએ બોડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, ત્રણ પત્નીઓને આપ્યા છે તલાક

  2014માં પણ અન્ય જિલ્લામાં આવું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીનાં રાજકારણમાં પણ તેમની હાજરીની નોંધ લેવી પડી. 2017માં ધાર, ઝાંબુઆ, અલિરાજપુર, બરવાની વગેરે જિલ્લામાં આ સંગઠને ટેકો આપ્યો હોય તેવા 162 ઉમેદવારોની જીત થઇ હતી. આ વિદ્યાર્થીઓએ એબીવીપી અને એનએસયુઆઇ જેવા સંગઠનોનાં ઉમેદવારોને માત આપી.

  મણવરનાં ધારાસભ્ય ડો. હિરાલા અલાવાએ જણાવ્યું કે, “ભાજપ અને કોંગ્રેસ બંને આદિવાસીઓને બંધારણમાં આપવામાં આવેલા અધિકારો (ફિફ્થ સેડ્યુલ) વિશે માત્ર વાતો જ કરે છે. આદિવાસીઓને રોજગારી, આરોગ્યની સેવાઓ, પીવાનું ચોખ્ખુ પાણી આપવામાં આવતું નથી. પોલીસ અત્યાચાર વિશે કશું કરતા નથી. અમને એ ખ્યાલ આવ્યો કે, મુખ્ય પ્રવાહનાં રાજકિય પક્ષોને ટેકો આપવાનાં બદલે અમારે પોતે જ પોતાના ઉમેદવારો ઉભા રાખવા પડશે,”.

  ડો. હિરાલાલ અલાવા ‘જય’ આદિવાસી સંગઠનનાં સ્થાપક સભ્ય છે. તેમણે ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સિસ (AIIMS), નવી દિલ્હી,ની નોકરી છોડી દીધી છે. આ પહેલા તેઓ કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ડો. હિરાલાલે જણાવ્યું કે, અમારા સગંઠને કોંગ્રેસને વિનંતી કરી હતી કે, વિધાનસભાની ચૂંટણીમા જય સગંઠનનાં 80 ઉમેદવારોને ઉભા રાખે. તેણે અમારા સાત ઉમેદવારોને ઉભા રાખવાની સહમતિ આપી પણ છેલ્લે ખાલી મને જ ટિકિટ આપી.લોકસભા ચૂંટણીમાં પણ જય આદિવાસી સગંઠન કોંગ્રેસ પાસે છ ટિકિટ માંગી હતી પણ કશું થયુ નહી એટલે જય આદિવાસી સંગઠને કોંગ્રેસ સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ VIDEO: મદારીઓની વસ્તીમાં પ્રિયંકાનો કોબ્રા સાથે Daredevil અંદાજ

  આ સગંઠનનાં પ્રદેશ પ્રમુખ અંતિમ મુઝહાલ્દાએ જણાવ્યું કે, અમારા સગંઠનનાં 4 હજાર યુવાનો અમારા ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે તૈયાર છે. અમારા વિચાર સાથે સહમત હોય તેવાં લોકો અમારી સાથે સ્વૈચ્છિક રીતે જોડાય છે.

  ચૂંટણી ફંડ આ આદિવાસી સંગઠનનાં કાર્યકરો ચૂંટણી ફંડ એકત્ર કરવા માટે ઘરે-ઘરે ફરે છે અને તેમના ઉમેદવારો માટે દસ રૂપિયા અને એક કિલો અનાજ માગે છે. ભાજપ અને કોંગ્રસ બંને પક્ષોને ખ્યાલ છે કે, આ સગંઠન તેમની વોટબેકં પર અસર કરી શકે તેમ છે એટલા માટે તેઓ આ સગંઠનને લલચાવવા પ્રયાસો કરે છે પણ આદિવાસીઓ તેમની ઓફરને ઠુકરાવી દીધી છે.

  કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં આદિવાસીઓની કેટલીક માગણીઓ સ્વીકારી છે. ભાજપને એક લોકસભા બેઠકની ઓફર કરી હતી પણ આદિવાસીઓએ ઠુકરાવી દીધી. આદિવાસીઓની સંઘર્ષ ગાથા આદિવાસીઓ દશા ખરેખર દયનીય છે. રોજીરોટી માટે તેમને સ્થળાંતર કરવું પડે છે. અનેક રોગોથી પિડાય છે. તેમનું જીવન દુખિયારું છે. સિલીકોસિસ નામના રોગે આદિવાસી યુવાનોનું જીવન દોહ્યલું બની ગયું છે. સરકારે આ બાબકે નક્કર કરવાની જરૂર હતી. પણ સરકાર કશું કરતી નથી.

  ઝાંબુઆનાં મેઘનગરમાં એક મોટા પાવર પ્લાન્ટનાં કારણે ખુબ મોટો પ્રમાણમાં પ્રદુષણ ફેલાય છે. આસપાસ રહેલા આદિવાસીઓનાં આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. સ્થાનિક કક્ષાએ રોજગારી ન હોવાથી, હજ્જાઓ આદિવાસીઓ ગુજરાતમાં સ્થળાંતર કરવા મજબુર બન્યાં છે. મધ્યપ્રદેશનાં ઘડાલા ગામનાં રહેવાસી મહેશ બઘેલ થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં મજુરી કરીને આવ્યા છે. તેમનું આઠ સભ્યોનું કુંટુંબ છે. તેમની પાસે માત્ર 1.5 એકર જમીન છે. સિંચાઇ માટે પાણી નથી. તેમણે કહ્યું કે, હું અને આસપાસનાં ગામનાં 40 લોકો જીવન નિભાવવા માટે ગુજરાતમાં મજુરી કરવા જઇએ છીએ. રોજનાં અમને 100થી 150 રૂપિયા વેતન ચૂકવાય છે. અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી.મહેશ બઘેલ ઉપરાંત, માધવ સિંઘ, જવાન સિંઘ તેમજ માલપુર ગામનાં અન્ય લોકો પર જીવન નિર્વાહ માટે સ્થળાંતર કરવા મજબુર છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ પ્રિયંકા ગાંધીની સામે બાળકોએ મોદીને કહ્યાં અપશબ્દ, બાળઆયોગની નોટિસ

  આદિવાસીઓમાં દેખાઇ આવે તેવો ગુસ્સો છે. દરેક આદિવાસી રાજકિય પક્ષોથી નારાજ છે. મધ્યપ્રદેશમાં ભાજપનાં શાસનમાં આદિવાસીઓની 90 હેક્ટર જમીન સિમેન્ટ ફેક્ટરી બનાવવા માટે લઇ લીધી હતી. તેની સામે માત્ર સાત લોકોને જ નોકરી આપી.

  જાગૃત યુવાનો ગેંડાલાલ રાંડ નામનો યુવાન એ.એડ થયેલો છે પણ તેની પાસે કોઇ નોકરી નથી. હવે તે, આદિવાસી સગંઠનને સમર્પિત થયેલો છે અને તેનો જનરલ સેક્રેટરી છે. ગેંડાલાલ રાજ્યનાં અન્ય આદિવાસી યુવાનોને તેની સાથે જોડી રહ્યો છે. તેણે કહ્યું કે, વર્ષોથી અમને હાંસિયામાં રાખવામાં આવ્યા અને અમારુ શોષણ કરવામાં આવ્યું. જો હવે, શાસનની ધુરા અમારા હાથમાં નહીં લઇએ તો અમારો ઉદ્ધાર થવાનો નથી.”.જાણકારો માને છે કે, ‘જય’ સગંઠન ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીની જેમ બની રહેશે. તે એક પણ બ ેઠક જીતી નહીં શકે પણ ભવિષ્યમાં તેની તાકાત કેવી વધે છે તે સૌના માટે નિરક્ષણનો વિષય બની રહેશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Lok sabha election 2019, Madhyapradesh, Political parties, Tribal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन