મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018ની મતગણતરી ચાલુ છે ત્યારે શરૂઆતી વલણમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ચૂંટણી પંચ પ્રમાણે ગણતરી થઇ ગયેલા મતોમાંથી બંને પાર્ટીઓના ભાગમાં અત્યાર સુધી 41-41 ટકા મત આવ્યા છે. મધ્ય પ્રદેશમાં બહુમત માટે 116નો જાદુઇ આંકોડ મળવો જોઇએ. જોકે, અત્યારે બંને પક્ષો 110ની આસપાસ નજર આવી રહી છે. જ્યારે બાકીની સીટો ઉપર બસપા અને સપાના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. તેમના હાથમાં સત્તાની ચાવી નજર આવી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે ચાર સીટો ઉપર બસપા જ્યારે 2 સીટો ઉપર સપા આગળ ચાલી રહી છે. આ ઉપરાંત 1 સીટો ઉપર ગોંડવાના ગણતંત્ર પાર્ટી આગળ છે.
માત્ર ભોપાલને છોડીએ તો બાકીના દરેક બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ આગળ વધી રહી છે. માત્ર ભોપાલની 36 સીટોમાંથી 21 ઉપર બીજેપી અને 14 ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. મહાકૌશલની 38 સીટોની વાત કરીએ તો 20 ઉપરકોંગ્રેસ અને 16 ઉપર ભાજપ આગળ વધી રહી છે. વિધ્યની 30 બેઠકોમાંથી 13 ઉપર કોંગ્રેસ અને 11 ઉપર બીજેપી, બુંદેલખંડની 26 સીટોમાંથી 13 ઉપર કોંગ્રેસ અને 12 ઉપર બીજેપી જ્યારે ગ્વાલિયર-ચંબલની 34 સીટોમાંથી 17 સીટો ઉપર કોંગ્રેસ જ્યારે 13 સીટો ઉપર ભાજપ આગળ છે. આ બધા વિસ્તારોમાં 15 સીટો ઉપર અન્ય દળો આગળ ચાલી રહ્યા છે.
શરુઆતી રુઝાનમાં ભલે બીજેપી આગળ ચાલી રહી હતી પરંતુ 11 વાગ્યા પછી કોંગ્રેસ તેનાથી ખુબજ આગળ નીકળી ગઇ હતી. રુઝાનો પ્રમાણે રાજસ્થાન અને છત્તીસગઢ બીજેપીના હાથમાંથી સરકતું નજર આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 સીટોમાંથી 35 સીટો અનુસૂચિત જાતી જ્યારે 47 સીટો ઉપર અનુસીચિત જનજાતી માટે રિઝર્વ છે.
મધ્ય પ્રદેશમાં આવખતે બીજેપીએ 230 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે 229 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. એક સીટ પોતાના સહયોગી શરદ યાદવના લોકતાંત્રિક જનતા દળ માટે છોડી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી 208 સીટો ઉપર ચૂંટણી લડી હતી. બહુજન સમાજ પાર્ટી (બસપા) 227 અને સમાજવાદી પાર્ટી (સપા) 52 બેઠકો ઉપર મેદાનમાં છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર