યુવકે ટ્રેન નીચે કપાઈ જીવ આપ્યો, હથેળી પર એવું લખેલું મળી આવ્યું કે, અધિકારીઓ પણ ચોંકી ગયા
યુવકે ટ્રેન નીચે કપાઈ જીવ આપ્યો, હથેળી પર એવું લખેલું મળી આવ્યું કે, અધિકારીઓ પણ ચોંકી ગયા
અશોકનગર ટ્રેન સામે પડતુ મુકી આપઘાત કેસ
મધ્યપ્રદેશ (Madhya Pradesh) અશોકનગર (Ashok Nagar)ની ત્રિલોકપુરી કોલોનીમાં રહેતા 26 વર્ષીય ભૂપેન્દ્ર મહેન્દ્ર ડાંગીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી, પોલીસને હાથ પર લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે
અશોકનગર : મધ્યપ્રદેશ (Madhya pradesh) ના અશોકનગર (Ashoknagar) માં એક છોકરાની આત્મહત્યા (Suicide) ચર્ચાનો વિષય બની છે. છોકરાએ ટ્રેન નીચે કપાઈને આત્મહત્યા (Train Suicide) કરી લીધી છે. તેના મૃતદેહ પાસેથી એક કાગળ અને હથેળી પર લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. મોત પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે, કોતવાલી પોલીસ સ્ટેશનનો એક એએસઆઈ પૈસાને લઈ ત્રાસ આપી રહ્યો છે, હું ત્રાસથી કંટાળી જીવ આપી રહ્યો છું. પોલીસે આ સુસાઈડ નોટને તપાસ માટે લીધી છે.
પ્રાપ્ત સમાચાર અનુસાર, અશોકનગરની ત્રિલોકપુરી કોલોનીમાં રહેતા 26 વર્ષીય ભૂપેન્દ્ર મહેન્દ્ર ડાંગીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ભૂપેન્દ્ર થોડા સમય પહેલા ડોક્ટર પાસે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. પછી અચાનક તે મજૂરી કામ પર જવા લાગ્યો. ભૂપેન્દ્રના મોટા ભાઈ રાજુ ડાંગીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે પણ ભૂપેન્દ્ર મજૂરી કરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. પોલીસ ચોકીમાં તૈનાત એએસઆઈ વિનોદ તિવારીએ તેને અહીંથી ઉફઠાવી લઈ જઈ માર માર્યો હશે. ભૂપેન્દ્રએ સૌથી નાના ભાઈને ફોન કરીને કહ્યું કે, તે ફરી પકડી રહ્યો છે, મને પરેશાન કરશે. તેથી જ હું મરી રહ્યો છું.
રાજુએ કહ્યું કે, એએસઆઈ વિનોદ તિવારી મારા ભાઈ ભૂપેન્દ્રને અગાઉ પણ ઘણી વખત પકડી ચૂક્યો છે અને અલગ-અલગ કેસમાં ધરપકડ કરી ચૂક્યો છે. આ ચર્ચા બાદ ભૂપેન્દ્ર રાત્રે ઘરે પરત ફર્યો ન હતો. સવારે લગભગ 4 વાગ્યે, પોલીસને જાણ થઈ કે ભૂપેન્દ્રની લાશ ત્રિલોકપુરી કોલોનીમાં જ રેલવે ટ્રેક પર પડી છે. તેણે આત્મહત્યા કરી લીધી છે. તપાસમાં ભૂપેન્દ્ર પાસે એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે કોતવાલીમાં તૈનાત એએસઆઈ વિનોદ તિવારી પર ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. મૃતકે તેના હાથ પર લખેલી સુસાઈડ નોટ અને એક કાગળ પણ છોડ્યો છે. જેમાં તેણે લખ્યું હતું કે ASI તેની પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો, જેના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર