વિદિશા દુર્ઘટના- બાળકને બચાવવા ભીડ ઉમટી, કૂવો ધસી પડતાં 40 લોકો પડ્યા, અત્યાર સુધી 4નાં મોત

Vidisha Tragic Accident: મધ્ય પ્રદેશના વિદિશામાં કૂવામાં પડેલા બાળકને બચાવવા ભીડ ઉમટી, કૂવો ધસી પડતાં સર્જાઈ દુર્ઘટના

Vidisha Tragic Accident: મધ્ય પ્રદેશના વિદિશામાં કૂવામાં પડેલા બાળકને બચાવવા ભીડ ઉમટી, કૂવો ધસી પડતાં સર્જાઈ દુર્ઘટના

 • Share this:
  વિદિશા. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના વિદિશા (Vidisha) જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવા (Well)માં બાળક પડી ગયું. તેને બચાવવા માટે જ્યારે લોકો પહોંચ્યા તો કૂવો જ ધસી પડ્યો. કૂવાની આસપાસ ભારે ભીડ હતી. જેના કારણે લગભગ 40 લોકો કૂવામાં પડી ગયા. દુર્ઘટના (Vidisha Tragic Accident)માં ઘાયલ અને મૃતકોની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી થઈ શકી. ઘટનાસ્થળે રેસ્યૂસપ ઓપરેશન (Rescue Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે. કૂવો ધસી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 15-20 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે.

  દુર્ઘટના થતા જ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. NDRFની ટીમ રાહત અને બચાવના કામમાં લાગેલી છે. મામલાને લઈ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath)એ પણ ચિંતા વ્યક્ત કરી છે.

  આ પણ વાંચો, God Born On Earth: માતાના ગર્ભમાંથી નીકળ્યું 3 માથાવાળું બાળક, બ્રહ્માનો અવતાર માની દર્શન કરવા ઉમટી ભીડ

  ઉલ્લેખનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ તે સમયે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિદિશા જિલ્લામાં જ હતા. તેમણે તાત્કાલિક એનડીઆર (NDRF) ભોપાલની ટીમો અને અધિકારીઓને ઘટનાસ્થળે રવાના કર્યા. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચીફ સેક્રેટરી, ડીજીપી અને SDRFના ડીજી સાથે પણ વાત કરી. ઘટનાસ્થળ માટે એસડીઆરએફની ટીમ આવશ્યક ઉપકરણો સાથે રવાના થઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગ પણ ભોપાલથી વિદિશા પહોંચી ગયા હતા.

  કમલનાથે ટ્વીટ કર્યું કે, વિદિશા જિલ્લાના ગંજબાસૌદા (Ganjbasoda)માં અનેક લોકો કૂવામાં પડવાનો મામલો સામે આવ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સુરક્ષિત રહે અને પ્રશાસન તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડે.

  આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ

  વિવાહ સ્થળને કન્ટ્રોલ રૂમ બનાવ્યો

  વિદિશામાં ગુરૂવારે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહની દત્તક પુત્રીઓના લગ્ન થવાના હતા. મોડી સાંજે ગંજબાસૌદા દુર્ઘટના બાદ શિવરાજ સિંહે દીકરીઓના વિવાહ સ્થળને કન્ટ્રોલ રૂમ બનાવી દીધો.
  Published by:Mrunal Bhojak
  First published: