ઇન્દોર: અનેક રાજ્યની પોલીસ આ લૂટેરી દુલ્હનની કરી રહી છે શોધખોળ, અમદાવાદ સાથે પણ છે કનેક્શન
ઇન્દોર: અનેક રાજ્યની પોલીસ આ લૂટેરી દુલ્હનની કરી રહી છે શોધખોળ, અમદાવાદ સાથે પણ છે કનેક્શન
ઇનસેટમાં લૂટેરી દુલ્હન.
મહિલાએ અલગ અલગ રાજ્યોમાં લગ્ન કર્યા હતા. જે બાદમાં તેના પતિને ધમકાવીને રૂપિયા પડાવી લેતી હતી. બાદમાં મોકો મળતા જ રોકડ અને ઘરેણા સહિતની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતી હતી.
ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસ એક લુટેરી દુલ્હન (bride)ને શોધી રહી છે. જે થોડા સમય માટે દુલ્હન બને છે. બાદમાં મોકો મળતા જ ઘરમાંથી ઘરેણા અને રોકડ (Cash) સહિતની વસ્તુઓ લઈને ફરાર થઈ જાય છે. આ કામમાં મહિલાને તેના માસા અને માસી સાથ આપતા હતા. મહિલા અત્યાર સુધી ચાર લગ્ન (Marriage) કરી ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ અલગ અલગ રાજ્યોમાં લગ્ન કર્યા હતા. જે બાદમાં તેના પતિને ધમકાવીને રૂપિયા પડાવી લેતી હતી. બાદમાં મોકો મળતા જ રોકડ અને ઘરેણા સહિતની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતી હતી.
ઇન્દોરમાં લૂટેરી દુલ્હન સામે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તેના માસી અને માસાની ધરપકડ કરી છે. હકીકતમાં આ લૂટેરી દુલ્હનની શોધ અનેક રાજ્યની પોલીસ કરી રહી છે. તાજેતરમાં રાજસ્થાનમાં રહેતો ઉમેદસિંહ તેનો શિકાર બન્યો છે. ઉમેદસિંહે સાતમી એપ્રિલ, 2016ના રોજ આરોપી મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્નથી બંનેને ત્રણ વર્ષ અને દોઢ વર્ષની દીકરી છે. ઉમેદસિંહ તામિલનાડુમાં કામ કરે છે.
પીડિતે જણાવ્યું કે તેની પત્ની બીજા બાળકને જન્મ આપવાની હતી ત્યારે તેની માસી કમલાબાઈ અને માસા રાજુએ તેણીને ડિલિવરી માટે અમદાવાદ બોલાવી હતી. આ ઉપરાંત મારી પાસે રૂપિયાની માંગણી કરી હતી. લગ્ન બાદ ફરિયાદીએ તેના સાસુ અને સસરાના ખાતામાં છ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
થોડા દિવસ પિયરમાં રહેવાનું કહીને બાદમાં પત્ની લક્ષ્મીબાઈ પરત આવી ન હતી. જ્યારે ઉમેદસિંહ પત્નીને લેવા માટે ઇન્દોર પહોંચ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેની પત્ની અમદાવાદમાં છે અને તેણે બીજા લગ્ન કરી લીધા છે. જે બાદમાં એવી વાત પણ સામે આવી કે આરોપી મહિલાએ મુંબઈમાં પણ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાં પણ તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાંથી પણ આવી જ રીતે ભાગી હતી.
પોલીસે જણાવ્યું કે અલગ અલગ રાજ્યમાં યુવકો સાથે લગ્ન કરીને તેમને દગો દઈને ઘરેણા અને પૈસા લઈને ભાગી જતી લક્ષ્મી બહુ ઝડપથી પોલીસ કસ્ટડીમાં હશે. આ માટે ઇન્દોર પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે અને કામ કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર