રુવાંટા ઉભા કરી દે તેવો અકસ્માતનો Live Video, કારને 50 મીટર સુધી ઢસડીને લઇ ગયો ટ્રક ડ્રાઇવર

ઘટનાનો વીડિયો સામે આવતા જ વાયરલ થયો

Accident news- આ ઘટના સમયે કારમાં 4 લોકો બેઠા હતા. કારમાં બેસેલા લોકોએ ઉતરીને ટ્રક ડ્રાઇવરની પીટાઇ કરી

  • Share this:
    રાયસેન : મધ્ય પ્રદેશના (madhya pradesh)રાયસેન (raisen)જિલ્લાના સિલવાનીમાં એક એવી ઘટના બની જેના કારણે બધાના શ્વાસ અટકી ગયા હતા. ટ્રકની કાર સાથે ટક્કર થઇ હતી. જેમાં ટ્રકચાલક કારને 50 મીટર દૂર સુધી ઢસડીને લઇ ગયો હતો. ટ્રકની અડફેટમાં કાર આવી હોવા છતા ટ્રક ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. કારમાં બેસેલા લોકોએ કારનો દરવાજો ખોલ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રક ડ્રાઇવર ભાગીને જાય તે પહેલા તેને પકડી લીધો હતો અને મારપીટ કરી હતી. ઘટનાનો વીડિયો ( Accident Live Video)સામે આવતા જ વાયરલ થયો છે.

    જાણકારી પ્રમાણે ઘટના બજરંગ ચોકની છે. કાર સાઇ ખેડાથી સિલવાની તરફ આવી રહી હતી. આ દરમિયાન ટ્રકે આગળ ચાલી રહેલી કારને સાઇડમાંથી ટક્કર મારી હતી. જેથી કાર ટ્રકની આગળ આવી ગઈ હતી. ટ્રકની આગળ કાર આવી ગઈ હોવા છતા ટ્રકના ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. આ જોઇને ઘણા લોકો ટ્રકની પાછળ દોડ્યા હતા. કારમાં સવાર લોકો ઢસડતી કારમાંથી બહાર નીકળી ગયા હતા.

    આ પણ વાંચો - BJP જિલ્લા યુવા મોરચાના નેતાની તિક્ષણ હથિયારના ઘા મારી ક્રુર હત્યા, કારમાંથી મળી લાશ

    રાયસેનના સિલવાની નગરના આ અકસ્માતનો લાઇવ સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જો કાર પલટી ગઈ હોત તો ગંભીર દુર્ઘટના ઘટી હોત. આ ઘટના સમયે કારમાં 4 લોકો બેઠા હતા. કારમાં બેસેલા લોકોએ ઉતરીને ટ્રક ડ્રાઇવરની પીટાઇ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ આવી પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. સિલવાની પોલીસે જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરનું નામ પપ્પુ રાજપૂત છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.



    કાર ચાલકે ગુસ્સે ભરાઇ પોતાની જ કારને પેટ્રોલ નાખીને સળગાવી દીધી

    ફાયનાન્સ કંપની દ્વારા હપ્તાના રૂપિયા માંગવાના કારણે એક વ્યક્તિ ભડકી ગયો હતો. તે ગુસ્સે થયો હતો અને તેણે કારમાં આગ લગાડી દીધી હતી. યુવકે એક વર્ષ પહેલા કાર માટે ફાયનાન્સ પાસેથી લોન લીધી હતી. જોકે કોરોનાની આર્થિક મારના કારણે તે હપ્તા ભરી શક્યો ન હતો. ફાયનાન્સ કંપનીની રિકવરી ટીમે યુવકને રસ્તામાં જ રોકીને કાર જપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયનાન્સ કંપનીના એજન્ટ જ્યારે કાર લઇ જવા લાગ્યા તો કારના માલિકે કાર પર પેટ્રોલ નાખીને કારને આગ લગાડી દીધી હતી. જોત જોતામાં કાર આગમાં સળગી ઉઠી હતી. ઘટના પછી કાર માલિક અને રિકવરી ટીમના લોકો ભાગી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
    Published by:Ashish Goyal
    First published: