પોલીસ વર્દી પહેરીને નકલી મહિલા પોલીસ લોકો ઉપર મારતી હતી દમ, આવી રીતે પકડાઈ

પકડાયેલી નકલી મહિલા પોલીસ

Madhya pradesh news: 22 વર્ષીય યુવતી સિપાઈની વર્દી પહેરીને લોકોને હેરાન કરતી હતી. તેણે પોલીસનો પટ્ટો, કેપ અને નંબર પ્લેટ પણ બનાવી લીધી હતી. બજાર વહેલા બંધ કરાવવાના નામ ઉપર લોકોને ડરાવતી હતી.

 • Share this:
  ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની (Madhya Pradesh) ભોપાલના (bhopal)નિશાતપુરા પોલીસે નકલી મહિલા પોલીસની ધરપકડ કરી હતી. આ મહિલા નકલી પોલીસ (fake lady police) બનીને લોકોને ડરાવતી ધમકાવતી હતી. અને લોકો પાસેથી પૈસા વસૂલતી હતી. લોકોએ પોલીસને ફરિયાદ (police complaint) કરી હતી કે 22 વર્ષીય યુવતી પોલીસની વર્દી (police dress) પહેરીને વિસ્તારમાં રૌફ ઝાડે છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અસલી પોલીસે આ નકલી મહિલાને પકડી પાડી હતી.

  લોકોએ જણાવ્યું કે આ મહિલા છેલ્લા 10 દિવસથી સક્રિય હતી. બજાર વહેલા બંધ કરાવવાના નામ ઉપર લોકોને ડરાવતી હતી. જોકે ભોપાલના કલેક્ટરે (Collector of Bhopal) બજારો બજારો ખોલવાનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. વેપારીઓએ સ્થાનિક પોલીસને ફરિયાદ કરતા નકલી પોલીસની કહાની સામે આવી હતી.

  આ મહિલા હાઉસિંગ બોર્ડ કરોંદમાં રહેતી હતી. જે લોકોને ડરાવીને તેમની પાસેથી પૈસા ઉઘરાવતી હતી. પોલીસ મહિલાની પૂછપરછ કરવામાં લાગી છે. આ પહેલા તે અલગ અલગ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપતી હતી.

  આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

  આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

  પરંતુ અત્યારે મહિલા પોલીસ લોકોને ભડકાવતી હતી. જ્યારે વેપારીઓએ હપ્તા વસૂલ કરનાર મહિલા નકલી પોલીસની ફરિયાદ કરી હતી. લોકોની ફરિયાદના આધારે નિશાતપુરા પોલીસે ઘેરાબંધી કરીને નકલી પોલીસને પકડી પાડી હતી.

  આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

  આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

  મહિલાની ઓળખ નિશાતપુરા પોલીસ સ્ટેશનના હાઉસિંગ બોર્ડમાં રહેનારી 22 પ્રિયંકા અહિરવારમાં થઈ હતી. જે સિપાઈની વર્દી પહેરીને લોકોને હેરાન કરતી હતી. તેણે પોલીસનો પટ્ટો, કેપ અને નંબર પ્લેટ પણ બનાવી લીધી હતી.  પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પોલીસમાં નથી. માત્રે રૌફ દેખાડવા માટે વર્દી પહેરીને નીકળતી હતી. અત્યારે સુધી એ જાણવા મળ્યું નથી કે તેણે કેટલા લોકો પાસેથી પૈસા વસૂલ્યા છે. પરંતુ તે લોકો પાસેથી હપ્તા વસૂલીની પણ કોશિશ કરતી હતી. પોલીસ પૂછપરછમાં ખૂલાસાની વાત કરી રહી છે.
  Published by:ankit patel
  First published: