મધ્યપ્રદેશમાં મજૂરોને લઇ જતી ટ્રક પલટી, 5નાં મોત 15 ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: May 16, 2020, 1:09 PM IST
મધ્યપ્રદેશમાં મજૂરોને લઇ જતી ટ્રક પલટી, 5નાં મોત 15 ઇજાગ્રસ્ત
અકસ્માત થયેલો ટ્રક

આ તમામ મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

  • Share this:
મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં ફરી એક વાર રોડ અકસ્માત (Road Accident)ની ઘટના બની છે જેમાં ગરીબ મજૂરોની મોત થઇ છે. મધ્યપ્રદેશના સાગર (Sagar) વિસ્તારમાં આ રોડ અકસ્માત થયો છે. જેમાં 5 મજૂરોની મોત થઇ છે અને લગભગ 15 મજૂરો ઇજાગ્રસ્ત છે. તમામ મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અને તે મહારાષ્ટ્રથી ઘરે પાછા જવા માટે ટ્રકમાં સવાર થયા હતા. ઇજાગ્રસ્ત મજૂરોને હાલ બંડા મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર થઇ રહી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ હાલ દુર્ધટના સ્થળે પહોંચી છે. જ્યાં રાહત અને બચાવ કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ટ્રકમાં મજૂરો સવાર હતા તેમાં પોલિથીનના બંડલ લદાયેલા હતા.

સાગર જિલ્લાના બંડા નજીક મજૂરોને લઇ જતી ટ્રકે પલટી ખાધી છે. જેમાં 5 મજૂરની મોત થઇ છે. મૃતકમાં 3 મહિલા અને 2 પુરુષો સામેલ છે. સાથે જ 15 ઇજાગ્રસ્ત છે. ટ્રકમાં આ મજૂરો પોતાના પરિવાર સાથે સવાર હતા. અને તેમાં મોટી સંખ્યામાં નાના બાળકો પણ હતા. બંડાથી 20 કિમી દૂર બક્સવાહાના સેમરાપુલ પાસે આ દુર્ઘટના થઇ છે. દુર્ધટના થતા જ આસપાસના ગામના લોકો તેમની મદદ માટે આવી પહોંચ્યા હતા. અને પોલીસે જાણ કરતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ટ્રક માલની સપ્લાય માટે જઇ રહ્યો હતો. ટ્રકમાં પોલિથીનના બંડલ હતા. અને ટ્રક પલટી જતા તે પણ વેરવિખેર થયા હતા. ઘર પાછા ફરવાની ઇચ્છા સાથે આ મજૂરો ટ્રકમાં સવાર થયા હતા. તેમના નાના બાળકો પણ હતા અને રસ્તો પણ લાંબો હોવાથી ટ્રકમાં બેસી લાંબો સફર થોડો ઓછો મુશ્કેલ કરવા માંગતા હતા. પણ બંડા નજીક ટ્રકે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે પલટી ગયો. જેમાં કેટલાક શ્રમિક ટ્રકની નીચે દબાઇ ગયા. ઇજાગ્રસ્તોને 108 બોલાવીને બંડાના હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે સવારે જ ઉત્તર પ્રદેશમાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા વતન પાછા ફરી રહેલા 24 મજૂરોના મોત થયા છે. અને આજ દિવસમાં આ બીજી ઘટના બની છે.
First published: May 16, 2020, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading