મધ્ય પ્રદેશ : ગ્વાલિયરમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ-ઓટોની ટક્કરમાં 13નાં મોત, 4 ઘાયલ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી

  • Share this:
    ગ્વાલિયર. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ગ્વાલિયર (Gwalior)થી એક ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક બસ અને ઓટો (Bus Auto Accident) વચ્ચે ભીષણ ટક્કર થતાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, દુર્ઘટના મંગળવાર સવારે ગ્વાલિયર શહેરના પુરાની છાવની વિસ્તારમાં બની છે. એડિશનલ એસપીએ પણ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivraj Singh Chauhan)એ મૃતકોના પરિજનો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

    શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને લઈ કહ્યું કે, ગ્વાલિયરમાં બસ અને ઓટો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પર દુઃખ વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાયતા રકમ આપવામાં આવશે.

    આ પણ વાંચો, J&K: ‘બહાર આવી જાઓ, તેઓ આપને નુકસાન નહીં પહોંચાડે’, આતંકી પિતાને દીકરાની અપીલ

    દુર્ઘટનાનો ભોગ બનનારી મોટાભાગની મહિલાઓ

    આ ઘટનાને લઈ સિટી એસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે, ઓટો રિક્ષામાં 13 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી. આ તમામ લોકો એક સમારોહમાં ખાવાનું બનાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ મુરૈના તરફથી આવી રહેલી એક ઓવરસ્પીડ બસે ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે. બીજી તરફ, ચાર અન્ય ઘાયલોની સ્થિતિ ગંભીર છે. આ ભીષણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો, અમેરિકાઃ કોલોરાડોમાં ગ્રોસરી સ્ટોર પર ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત


    ગ્વાલિયર માર્ગ અકસ્માત પર એડિશનલ એસપીએ કહ્યું કે, બસ ગ્વાલિયરથી મુરૈના તરફ જઈ રહી હતી અને ઓટો ગ્વાલિયરના બહારના વિસ્તારથી શહેરની અંદર આવી રહી હતી. બંને વાહનો સામસામે ટકરાઈ ગયા હતા. દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહોને ઘટનાસ્થળેથી હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: