ભોપાલમાં ગણપતિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, બોટ પલટતાં 11 લોકોનાં મોત

બોટમાં 18 લોકો સવાર હતા, એસડીઆરએફની ટીમ 7 લોકોને સુરક્ષિત બચવવામાં સફળ રહી

News18 Gujarati
Updated: September 13, 2019, 11:18 AM IST
ભોપાલમાં ગણપતિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, બોટ પલટતાં 11 લોકોનાં મોત
બોટમાં 18 લોકો સવાર હતા, એસડીઆરએફની ટીમ 7 લોકોને સુરક્ષિત બચવવામાં સફળ રહી
News18 Gujarati
Updated: September 13, 2019, 11:18 AM IST
ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. વિસર્જન માટે ગયેલા લોકોથી ભરેલી બોટ પલટી ગઈ, જેમાં 11 લોકોનાં મોત થયા છે. મળતા અહેવાલો મુજબ, બોટમાં કુલ 18 લોકો સવાર હતા. સાત લોકોને સુરિક્ષત બેચાવી લેવામાં આવ્યા છે. ઘટના ભોપાલના ખટલાપુરા ઘાટની છે. પ્રશાસને 13 શબોને તળાવથી બહાર કાઢી લીધા છે.

મળતી માહિતી મુજબ, ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી દુર્ઘટનામાં શુક્રવાર વહેલી પરોઢે ત્રણ વાગ્યે 11 લોકોનાં મોત થયા. માર્યા ગયેલા લોકો પિપલાનીના 1100 ક્વાર્ટરના રહેવાસી હોવાનું કહેવાય છે. બોટ પલટી જવાની સૂચના મળતાં જ પ્રશાસનના લોકો ઘટાસ્થળે પહોંચી ગયા. એસડીઆરએફની ટીમે રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું અને 7 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા.

મીડિયા રિપોર્ટ મુજબ, જે બોટમાં મૂર્તિ વિસર્જિત કરવા માટે તળાવમાં ઉતારવામાં આવી હતી, તે બોટ ઘણી નાની હતી જ્યારે મૂર્તિ ઘણી મોટી હતી. મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતારવા દરમિયાન બોટ એક તરફ ઝૂકીને પલટી ગઈ. આ દરમિયાન બોટમાં સવાર શ્રદ્ધાળુઓ મૂર્તિ નીચે આવી ગયા.
Loading...


આ પણ વાંચો, ફોનમાં વાતો કરતાં કરતાં મહિલા સાપ બેલડી પર બેસી ગઈ, દંશથી મોત

મૃતકોના પરિજનો માટે 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત

ખટલાપુરા ઘાટ પર થયેલી દુર્ઘટનાને મધ્ય પ્રદેશના જનસંપર્ક મંત્રી પી. સી. શર્માએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેઓએ મૃતકોના પરિવારો માટે 4-4 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ તેઓએ કહ્યું છે કે આ દુર્ઘટના કેવી રીતે બની, તેની તપાસ કરવામાં આવશે. નગર નિગમ પાસેથી તેની અલગથી જાહેરાત થશે.

2016માં પણ થઈ હતી દુર્ઘટના

ભોપાલમાં આ પહેલા વર્ષ 2016માં પણ આવી દુર્ઘટના થઈ ચૂકી છે. તે સમયે પણ ખટાલપુરાના આ જ વિસર્જન ઘાટ પર બોટ પલટી જતાં 5 લોકોનાં મોત થયા હતા. બર્થડે પાર્ટી મનાવી રહેલા લોકોથી ભરેલી બોટ પલટી ગઈ હતી. જેમાં બોટ પર સવાર 9 લોકોમાંથી 5 ડૂબી ગયા હતા.

(મનોજ રાઠોડ અને જિતેન્દ્ર શર્માનું ઇનપુટ)

આ પણ વાંચો, ઓવરલોડિંગ ટ્રકને 2 લાખનો મેમો આપ્યો, ડ્રાઇવરે કોર્ટમાં ભરી રકમ

First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...