Home /News /national-international /અહીં આવેલું છે માધુરી દીક્ષિત ઝરણું, ફક્ત ભારતીયોને જ જવાની મળે છે પરવાનગી

અહીં આવેલું છે માધુરી દીક્ષિત ઝરણું, ફક્ત ભારતીયોને જ જવાની મળે છે પરવાનગી

madhuri lake

પ્રાકૃતિક સુંદરતાની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશને કોઈ ટક્કર આપી શકે નહીં. તો વળી અરુણાચલ પ્રદેશથી ત્રણ કલાકના અંતરે આવશો, તો અત્યંત સુંદર જગ્યા પર પહોંચી જશો.

    તવાંગ:  પ્રાકૃતિક સુંદરતાની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશને કોઈ ટક્કર આપી શકે નહીં. તો વળી અરુણાચલ પ્રદેશથી ત્રણ કલાકના અંતરે આવશો, તો અત્યંત સુંદર જગ્યા પર પહોંચી જશો. આ જગ્યા સંગીતરસર ઝરણાના નામથી ઓળખાય છે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતના નામ પર આ જગ્યાને માધુરી લેક પણ કહેવાય છે.

    કહેવાય છે કે, આ ઝરણાનું નિર્માણ 1973માં આવેલા ભૂકંપના કારણે થયો હતો. ઝરણાની વચ્ચે આપને સુકા ઝાડ મળશે, જે તેનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ ઝરણુ શિયાળામાં થિજીમાં જાય છે. તેના પર પડતા સૂર્યના કિરણો અને આકાશનો પડછાયો અત્યંત રમણીય લાગે છે.

    આ ઝરણું તવાંગથી લગભગ 30 કિમી દૂર છે. તેની ઊંચાઈ સમુદ્ર તળથી 3708 મીટર છે. જો આપ અહીં જવા માગતા હોવ તો, તવાંગથી વાહન ભાડે લઈ શકશો. ઝરણાની નજીક એક નાનો પાર્કિંગ બેસ પણ છે.


    માધુરી લેક નામ શા માટે પડ્યું?


    આ ઝરણું સંગીતસર ઝીલ છે. પણ 90ના દાયકામાં તેનું નામ બદલીને માધુરી લેક કરી દેવામાં આવ્યું. તેની પાછળનું મુખ્ય કારણ ખૂબ જ રસપ્રદ છે. હકીકતમાં આ લેક સાઈટ પર માધુરી દીક્ષિત અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ કોયલાનું શૂટિંગ થયું હતું. આ ઝરણું ફિલ્મનું ગીત 'તન્હાઈ'થી પ્રખ્યાત થયું હતું.

    ચારેતરફ સુંદરતા


    ઝરણાનું નામ માધુરીના નામ પર રાખ્યા બાદ અહીં બોલિવૂડ પ્રેમીઓ ઉમટી પડ્યા. આ જગ્યાની સુંદરતા જોઈને આપ ક્યારેય ભૂલી શકશો નહીં.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन