કોરોના વિરોધી આ મેઇડ ઇન ઇન્ડિયા દવાને થોડા દિવસોમાં મળી શકે છે મંજૂરી
કોરોના માટે મેઇડ ઇન ઇન્ડિયા ટેબ્લેટ આવી શકે છે. (પ્રતિકાત્મક ફોટો)
કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપના અધ્યક્ષ ડૉ. રામ વિશ્વકર્માએ કહ્યું કે આ દવાને થોડા દિવસોમાં મંજૂરી મળી શકે છે. આ દવા હળવાથી મધ્યમ કોવિડ સંક્રમિત લોકો માટે કામ આવશે. જોકે, આ બાળકો માટે નહીં હોય.
નવી દિલ્હી. કોરોના વિરોધી વેક્સીન (Covid-19 Vaccines) વચ્ચે હવે સમાચાર છે કે ટૂંક સમયમાં તેની દવા મોલનુપિરાવિર (Molnupiravir)ને પણ અપ્રૂવલ મળી શકે છે. આ દવા મેઇડ ઇન ઇન્ડિયા છે. કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપના અધ્યક્ષ ડૉ. રામ વિશ્વકર્માએ કહ્યું કે આ દવાને થોડા દિવસોમાં મંજૂરી મળી શકે છે. આ દવા હળવાથી મધ્યમ કોવિડ સંક્રમિત લોકો માટે કામ આવશે. જોકે, આ બાળકો માટે નહીં હોય. તેમણે કહ્યું કે ફાઈઝર સહિત કેટલીક અન્ય દવા કંપનીઓએ પણ અરજી કરી છે. તેમણે કહ્યું, બે દવાઓથી ફરક પડશે. જે રીતે આપણે બીમારીની મહામારીથી સ્થાનિકતા તરફ જઈ રહ્યા છીએ એવામાં આ દવાઓ રસીકરણ કરતાં વધારે મહત્વપૂર્ણ સાબિત થશે.
વિશ્વકર્માએ કહ્યું કે, ‘મને લાગે છે કે Molnupiravir આપણા માટે પહેલાથી જ ઉપલબ્ધ હશે. પાંચ કંપનીઓ મેડિસિન મેન્યુફેક્ચર સાથે વાતચીત કરી રહી છે. મને લાગે છે કે મોલનુપિરાવિરને બહુ જલ્દી મંજૂરી મળી શકે છે.’
શું હશે કિંમત?
તેમણે જણાવ્યું કે બ્રિટનમાં મંજૂરી માટે નિયામક સંસ્થાઓ પાસે મોલનુપિરાવિરનો ડેટા છે. આ ઉપરાંત ભારતમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી પણ તેની મંજૂરીને લઈને નિરીક્ષણ કરી રહી છે. મારું માનવું છે કે હવે તેને ખૂબ જલ્દી અપ્રૂવલ મળશે. એવામાં આ કહેવું યોગ્ય છે કે આવતા એક મહિનામાં આ દવાના અપ્રૂવલ પર નિર્ણય લેવાઈ જશે.
તેમણે ઉમેર્યું, ‘મને લાગે છે કે જ્યારે ભારત સરકાર આ કંપનીઓ પાસેથી બલ્કમાં દવા ખરીદશે ત્યારે શરૂઆતમાં તેનો ખર્ચ 2000થી 3000 કે 4000 રૂપિયા દરેક ટ્રીટમેન્ટ સાઈકલમાં ખર્ચ થઈ શકે છે. ત્યારબાદ તેની કિંમતો 500થી 600 અથવા 1000 રૂપિયા સુધી આવી જશે.’
ફાઈઝર પણ દવા બનાવી રહી છે
જણાવી દઈએ કે ફાઈઝર પણ આવી જ એક દવા પર કામ કરી રહી છે. ફાઈઝરે PF-07321332 નામની આ દવા બનાવવાની શરૂઆત માર્ચ 2020માં કરી હતી. તેનું રિતોનાવિર (HIVની દવા)ના સંયોજનમાં પરીક્ષણ ચાલી રહ્યું છે. આ દવા પ્રોટીજ ઇન્હીબીટર કહેવાય છે. લેબોરેટરીમાં થયેલા એક પ્રયોગ મુજબ આ દવા વાયરસની રેપ્લિકેશન મશીનરી એટલે કે તેના બમણા થનારા તંત્રને જામ કરી દે છે.