Home /News /national-international /

મોદીની નોટબંધી કાળા નાણાને ધોળા કરવા માટે જ હતી: મનમોહનસિંઘ

મોદીની નોટબંધી કાળા નાણાને ધોળા કરવા માટે જ હતી: મનમોહનસિંઘ

ફાઇલ ફોટો

મનમોહન સિંઘે કહ્યું, કોંગ્રેસ સરકારની તમામ યોજનાઓની મોદી સરકારે નકલ કરી છે

    નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, મોદી સરકાર યોજનાઓની નકલ કરવામાં ઉસ્તાદ છે અને કોંગ્રેસ સરકારની તમામ યોજનાઓની મોદી સરકારે નકલ કરી છે’

    તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આ દેશમાં વિવિધતામાં એક્તા સુત્રને સાર્થક કર્યુ છે અને દેશનાં સામાન્ય માણસોનાં ઉત્થાન માટે કામ કર્યુ છે. ભાજપ સતત કોગ્રેસ પર આક્ષેપ કરતા પુછે છે કે, કોંગ્રેસે તેના સમયમાં શું કામ કર્યુ ? મનમોહન સિંઘે ભાજપને જવાબ આપ્યો હતો. અને કહ્યું કે, 2004થી લઇ 2014 સુંધીમાં આ દેશમાં લોકોની આઠ ટકા આવક વધી. 140 મિલીયન લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા અને અમે પાંચ લાખ ગામડાઓમાં વીજળી પહોંચાડી”

    મનમોહન સિંઘે મોદી સરકાર પર એવો ટોણો પણ માર્યો કે, મોદી સરકાર એવી જાહેરાતો કરે છે કે, તેમની સરકારે દેશનાં ગામડાઓમાં વીજળી પહોંચાડી પણ હકીકતમાં તો, તેમણે માત્ર 18,500 ગામડાઓમાં જ વીજળી પહોંચાડી છે.”

    ભાજપ એવો પણ આક્ષેપ કરે છે કે, મનમોહન સિંઘની સરકાર રિમોટ કંન્ટ્રોલથી ચાલતી હતી. આ આક્ષેપને નકારતા તેમણે કહ્યું કે, એ સમયે સરકાર અને પક્ષે એક જ દિશામાં વિચારતા હતા અને તેના કારણે જ તેમને સફળતા મળી હતી.

    મોદી સરકાર પણ આકરા પ્રહારો કરતા, મનમોહન સિંઘે કહ્યું કે, નોટબંધીને કારણે દેશના આર્થતંત્રની કમરતૂટી ગઇ અને દેશને તેનાથી કોઇ ફાયદો થયો નહીં. નોટબંધી બીજુ કશુ નહી પણ કાળા નાણાને ધોળા કરવા માટેની જ હતી. સામાન્ય વેપારીઓ, ખેડૂતોની બચતને વેરવિખર કરવાનું કાવત્રુ હતુ.”

    મનમોહન સિંઘે એમ જણાવ્યું કે,નરેન્દ્ર મોદી વડાપ્રધાનની ગરીમાને લાંછન લગાવે છે અને જ્યાં પણ જાય છે ત્યાં ભાજપ સિવાયની સરકારોની ટીકા કરે છે. વડાપ્રધાન આવું ન કરે. ભ્રષ્ટાચાર વિરોધી નારા સાથે આવેલી મોદી સરકારમાં જ ભ્રષ્ટાચાર ટોચની કક્ષાએ પહોંચ્યો છે.”
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Manmohan singh, UPA, એનડીએ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

    આગામી સમાચાર