રેલવેમાં નોકરી ન મળતાં પાગલ થયેલા પતિએ પત્નીની કુહાડી વડે કરી હત્યા, પછી પહોંચ્યો પોલીસ સ્ટેશન, ચાર બાળકો થયા અનાથ

ઘટના સ્થળની તસવીર

મૃતકની પુત્રી અર્ચના, સોની, પુત્ર રાજીવ અને શિવન પણ પોતાની માતાની લાશને પકડી રોઈ રહ્યા હતા. ગામ અને આસપાસના વિસ્તારમાં આ ઘટનાની ચકચાર મચી ગઈ હતી.

 • Share this:
  વૈશાલીઃ બિહારના વૈશાલી (vaishali) જિલ્લાના ગોરૌલા વિસ્તારમાં આવેલા લોદીપુર ગામમાં શનિવારે એક શનસનીખેસ ઘટના બની હતી. જ્યાં એક પતિએ પોતાની ઊંઘતી (husband killed wife) પત્નીને કુહાડીથી (attack with Ax) કાપીને હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા કરીને પતિ પોલીસ સ્ટેશન (police station) પહોંચ્યીને આત્મસમર્પણ (Surrender) કર્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે 45 વર્ષીય પત્ની રેણુ દેવી જમ્યા બાદ ઘરમાં સુઈ ગઈ હતી. ત્યારે તેનો પતિ અરુણ રાય આવ્યો અને કુહાડીથી તેના માથા ઉપર તાબડતોબ વાર કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. હુહાડીના ઘાથી ગંભીર ઈજાગ્રસ્ત પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગામના લોકો અરુણ રાયને પાગલ ગણાવતા હતા. જોકે તેણે પોલીસ સ્ટેશન પહોંચીને આત્મસમર્પણ કરી દીધી હતી.

  ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પત્નીની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ હાજીપુર મોકલી હતી. થાનાધ્યક્ષે જણાવ્યું હતું કે આરોપી પતિ અરુણ રાયની ધરપકડ કરી લીધી હતી. અને તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

  આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માતઃ રિવર્સ ગિયરમાં કાર ચાલું થતા લાગ્યો જોરદાર ઝાટકો, ઝાડ અને કારના દરવાજા વચ્ચે ફસાતા મહિલાનું મોત

  રાશનના ચોખા બીજાને આપવાથી ખફા હતો પતિ
  ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મૃતકા ડીલરની પાસેથી રાશનના ખરીદ્યું હતું. રાશન હલકી કક્ષાનું હોવાના કારણે રેણુ દેવીએ ચોખા બીજાનો આપી દીધા હતા. આ વાતને લઈને તેનો પતિ અરુણ રાય ખફા હતો. ગ્રામીણ લોકોના જણાવ્યા પ્રમાણે મૃતકની પત્ની અર્ચના સિવણ શીખવા માટે ઘરની બાજુમાં ગઈ તી. રેણુ દેવી સુઈ ગઈ હતી. આ દરમિયાન અરુણ રાયે તેની પત્નીની કુહાડીથી વાર કરીને હત્યા કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-25 વર્ષની મહિલા નવા જુત્તા ખરીદવા માટે બ્લેક માર્કેટમાં વેચી રહી હતી પોતાની પુત્રી, રંગેહાથ ઝડપાઈ

  આ પણ વાંચોઃ-વૈભવી ઘરમાં રહેતી હતી ભ્રષ્ટાચારી આંગણવાડીની સામન્ય મહિલા કર્મચારી, સોના-ચાંદીના ઘરેણાંની છે શોખીન

  વીસ વરસ પહેલા મળવાની હતી નોકરી
  ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આશરે 20 વર્ષ પહેલા અરુણ રાયને રેલવેમાં નોકરી લાગવાની હતી. અત્યંત ખુશીના કારણે દિમાગની હાલત ગડબડ થઈ ગઈ હતી. માનસિક સંતુલન બગડવાના કારણે તેને નોકરી પણ લાગી નહીં. એ સમયથી તે પાગલ જેવી હાલતમાં જીવી રહ્યો હતો. લોકોના જણાવ્યા પ્રમાણે આ પહેલા અનેક વખત તેણે પત્ની સાથે મારપીટ કરી હતી.  આમ છતાં પણ પત્નીએ ક્યારે પણ પોતાનું મોંઢું ખોલ્યું ન હતું. મૃતકના બે પુત્ર અને બે પુત્રી છે. પુત્રીની લગ્નની વાત પણ ચાલી રહી હતી. આવી સ્થિતિ વચ્ચે જ આ ઘટના બની હતી. મૃતક પત્નીનું પિયર હાજીપુરના સુભઈ ગામ છે. તેમના સ્વજનો ઘટનાની જાણ થતાં લોદીપુર પહોંચ્યા હતા. મૃતકની પુત્રી અર્ચના, સોની, પુત્ર રાજીવ અને શિવન પણ પોતાની માતાની લાશને રોઈ રહ્યા હતા. ગામ અને આસપાસના વિસ્તારમાં આ ઘટનાની ચકચાર મચી ગઈ હતી.
  Published by:ankit patel
  First published: