Home /News /national-international /Video Viral: જમ્મૂમાં માતા પાર્વતી બનીને નાચતા શખ્સને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવતા મોત

Video Viral: જમ્મૂમાં માતા પાર્વતી બનીને નાચતા શખ્સને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવતા મોત

પાર્વતી માતાનો રોલ ભજવતા કલાકારનું સ્ટેજ પર જ મોત નીપજ્યું - ફાઇલ તસવીર

Video Viral: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શખ્સની બર્થ ડે પાર્ટીમાં મોત થયું છે. તેના થોડાં દિવસ પહેલાં મૈનપુરીમાં હનુમાનજીનો રોલ કરનારા શખ્સનું મોત થયું હતું. હવે જમ્મૂમાં વધુ એક શખ્સનું નાચતા-નાચતા મોત થયું છે. આ વ્યક્તિ પાર્વતી માતાના રોલમાં ડાન્સ કરી રહ્યો હતો. નાચતા નાચતા અનાચક પડી ગયો અને પછી ઉઠ્યો જ નહીં. યુવકની ઉંમર 20 વર્ષ આસપાસ હતી.

વધુ જુઓ ...
    બરેલીઃ નાચતા નાચતા મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પહેલાં ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શખ્સની બર્થ ડે પાર્ટીમાં મોત થયું છે. તેના થોડાં જ દિવસ પછી મૈનપુરીમાં હનુમાનજીના રોલમાં નાચી રહેલા એક શખ્સનું મોત થયું હતું. ત્યારે હવે જમ્મૂમાં પણ આવી ઘટના બની છે. જેમાં નાચતા-નાચતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સ પાર્વતીના રૂપમાં નાચી રહ્યો હતો. તે નાચતા નાચતા પડ્યો અને પછી ઉઠ્યો જ નહીં.

    મંગળવારે જમ્મૂના બિશ્નેહ તાલુકામાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન યોગેશ ગુપ્તા નામના શખ્સનું માતા પાર્વતીનો રોલ કરતા કરતા મોત નીપજ્યું છે. ઘણા સમય સુધી ડાન્સ કર્યા પછી યુવક અચાનક પડી જાય છે અને પછી ઉઠતો જ નથી. તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. તેની તપાસ કર્યા બાદ ડોક્ટરે કહ્યુ હતુ કે, હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજ્યું છે.

    આ પણ વાંચોઃ મૈનપુરીમાં ગણેશ પંડાલમાં કલાકારનું નાચતા નાચતા મોત

    20 વર્ષીય યોગેશની નાચતા-નાચતા મોત


    જમ્મૂ જિલ્લાના બિશ્નેહ તાલુકાના કોઠે સૈનિયા ગામે જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકાર દેવી-દેવતાઓના રોલમાં ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન મંચ પર શિવ-પાર્વતીની લીલાનો કાર્યક્રમ ભજવવામાં આવી રહ્યો હતો. ત્યારે પાર્વતીના રોલમાં જમ્મૂના સતવારી નિવાસી 20 વર્ષીય કલાકાર યોગેશ ગુપ્તા શિવ સ્તુતિ પર ડાન્સ કરી રહ્યા હતા.

    તે સમયે અચાનક જ યોગેશ ગુપ્તા પડી જાય છે. થોડીવાર સુધી તો કોઈને કંઈ જ ખબર નથી પડતી. પછી શિવ બનેલો કલાકાર તેની પાસે જાય છે અને યોગેશને ઉઠાડવાની કોશિશ કરે છે. પરંતુ તે ઉઠતો નથી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરી દે છે. યોગેશને હાર્ટ એેટેક આવે છે અને તેની મોત થઈ જાય છે.

    " isDesktop="true" id="1247840" >

    બર્થ ડે પાર્ટીમાં 45 વર્ષીય યુવકની મોત


    આ પહેલાં બરેલીમાં એક શખ્સની નાચતા-નાચતા મોત થાય છે. ભારતીય પશુ ચિકિત્સા સંશાધનમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય પ્રભાત પ્રેમી તેમના મિત્ર વિશાલ ઉર્ફે મનિષના બર્થ ડે સેલિબ્રેશનમાં આવ્યો હતો. આ બર્થ ડે પાર્ટી શહેરની એક હોટેલમાં યોજવામાં આવી હતી. જશ્ન દરમિયાન પ્રભાત ડીજેની ધૂન પર નાચવા લાગ્યા હતા. આ દરમિયાન પાર્ટીમાં હાજર લોકો ડાન્સનો વીડિયો બનાવી રહ્યા હતા અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. ત્યારે જ અચાનક પ્રભાત બેહોશ થઈ જાય છે અને જમીન પર પડી જાય છે. અફરાતફરીમાં પ્રભાતને ખુશલોક હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાં હાજર ડોક્ટર ઘણી કોશિશ કરે છે છતાં તેને જીવતો કરી શકતા નથી. એટલે કે ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

    હનુમાન બનેલા શખ્સનું પણ નાચતા-નાચતા મોત


    આ ઘટનાના થોડા દિવસ પછી જ મૈનપુરીના ગણેશ પંડાલમાં નાચતા નાચતા કલાકાર રવિ શર્માનું મોત નીપજ્યું હતું. આ ઘટના વખતે હજારો લોકો ત્યાં હાજર હતા. હનુમાનજીના વેશમાં કલાકાર અચાનક સ્ટેજ પર પડી જાય છે. લોકોને લાગે છે તે એક્ટિંગ કરી રહ્યો છે. થોડીવાર સુધી તેના શરીરમાં કોઈ હલનચલન થતું નથી. ત્યારે લોકો તેમને નજીક જઈને જોવે છે ત્યારે ખબર પડે છે કે તેઓ બેહોશ થઈ ગયા હોય છે. બેભાન અવસ્થામાં રવિ શર્માને મૈનપુરી જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં નાચતા નાચતા મોત થવાની જમ્મૂમાં ત્રીજી ઘટના બની છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jammu Kashmir News, Live video, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन