છાણ અને કચરામાંથી મેળવો આવક, 'મન કી બાત'માં PM

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આજે દેશવાસીઓ સાથે 'મન કી બાત' કરી. પીએમની મન કી બાતનો આ 41મો એપિસોડ હતો. પીએમ મોદીએ આ વખત ભારતીય વૈજ્ઞાનિકોને યાદ કર્યા અને રોજગાર પર વાત કરી. 'ગોબર ધન યોજના'ની વાત કરતા તેમણે કહ્યું કે આ યોજના અંતર્ગત ગ્રામીણ ભારતમાં ખેડૂતો, બહેનો, ભાઈઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ છાણ અને કચરાને માત્ર વેસ્ટ તરીકે જ નહીં પરંતુ આવકના સ્ત્રોત તરીકે પણ જોઈ શકાય છે.

  પીએમ મોદીએ કહ્યું કે, બજેટમાં સ્વચ્છ ભારત માટે ગૌબરધન યોજનાનો આરંભ કરાયો છે. તેનો આશય બાયોગેસમાં પરિવર્તિત કરવાનો હતો અને ધન તથા ઉર્જાનું સર્જન કરવાનો હતો. ભારતમાં દરરોજ 30 લાખ ટન ગોબરનું સર્જન થાય છે. ભારતમાં તેનો ઉપયોગ પૂરેપૂરો થતો નથી. આ બધા કચરાને બાયોગેસ આધારિત ઉર્જા બનાવવા માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. તેનાથી ગ્રામીણ ક્ષેત્રોને અનેક લાભ થશે. રોજગારી અને આવકમાં વધારે છે.

  વિજ્ઞાન દિવસની વાત કરી
  કોમલ ત્રિપાઠીને ફોન કોલ સાથે આરંભ. તેમણે કહ્યું હતું કે યુવાનોને વૈજ્ઞાનિક વિચારોને આગળ ધપાવવા સાથે મન કી બાતનો આરંભ કરો. મોદીએ જણાવ્યું હતું કે પાણીનો રંગ હોતો નથી. વિજ્ઞાન અંગે પ્રશ્નો પૂછાય છે. સમુદ્રમાં પાણીનો રંગ દેખાય છે. પરંતુ એક યુવકે મહાન વૈજ્ઞાનિક બની ગયો. તેનું નામ સીવી રમણ. તેમણે લાઈટ પ્રકિરણની શોધ કરી હતી. તેમણે રમણ ઈફેટ્ક કહેવાય છે. આપણે વિજ્ઞાન દિવસ મનાવીએ છીએ. અનેક ભારતીય વૈજ્ઞાનિકો ભારતનું ગૌરવ છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં મુંબઈના વાઢવાણી ઈન્સ્ટિટયુટના ઉદઘાટનમાં ગયો ત્યારે યંત્ર સેલ્ફ લર્નીગથી માણસ વધારે હોશિયાર બને છે અને લોકોનું જીવન સુધારે છે તે જોયું .

  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
  આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ જીવનના દરેક ક્ષેત્રમાં મદદરૂપ થાય છે. ઈઝરાયેલના વડાપ્રધાન સાથે તાજેતરમાં ગુજરાત ગયો હતો અને એક યુવકે લખેલું બોલે તેવી શોધ દર્શાવી હતી. કોઈ પણ યંત્ર એવું જ કાર્ય આપણે ઈચ્છીએ તેવું.
  બલ્બની શોધ કરનાર થોમસ અનેકવાર નિષ્ફળ ગયા હતા, પરંતુ અનેકવારની નિષ્ફળતાને સફળતામાં ફેરવી હતી. હકિકત જાણવા માટે વારંવાર પ્રશ્ન પૂછવા જરૂરી છે. નેશનલ સાયન્સ ડે પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું.

  છત્તીસગઢમાં કચરા મહોત્સવ
  તેમણે કહ્યું કે, હું ઉદ્યોગો અને મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરવાનો અનુરોધ કરુ છું અને વેસ્ટને વેલ્થમાં પરિવર્તિક કરો. વિવિધ ફેસ્ટિવલ ઉજવીએ છીએ. છત્તીસગઢના રાયપુરમાં કચરા મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં વિવિધ પ્રવૃતિઓ યોજાઈ હતી અને તેમાં બધા જોડાયા હતાં. વેસ્ટ મેનેજમેન્ટના બધા પાસાની ચર્ચા થઈ હતી અને વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતી. શાળાના બાળકોએ વિશેષ રસ દાખવ્યો હતો. દર વર્ષે આઠ માર્ચે મહિલા દિવસ ઉજવાય છે. દેશમાં નારી શક્તિ પુરસ્કાર અપાય છે. મહિલા વિકાસ પછી મહિના નેતૃત્વની વાત કરીએ છીએ. સ્વામિ વિવેકાનંદે કહ્યું હતું કે મહિલાનો વિકાસ મહત્વનો છે. મહિલા વિકાસ આપણા બધાનું કર્તવ્ય છીએ.

  નારી શક્તિનું ઉદાહરણ
  અગાઉ એક મહાશયે કહ્યું હતું કે આઠ માર્ચે મહિલા દિવસે દરેક ગામ શહેરમાં 100 વર્ષ પૂર્ણ કરનાર મહિલાઓનું સન્માન થયું જોઈએ. આ વિચાર મને ગમ્યો છે. તમને પહોંચાડી રહ્યો છું. ઝારખંડમાં સ્વચ્છ ભારતમાં 15 લાખ મહિલાઓએ સંગઠિત થઈ એક મહિલા અભિયાન ચાલાવ્યો હતો અને 20 જ દિવસમાં એક લાખ કરતાં વધારે સંડાસ બનાવ્યા હતાં. તેમાં એક લાખ સખી મંડળ સામેલ હતાં. નારી શક્તિ સ્વચ્છ ભારત અભિયાનની સફળ બનાવી શકે છે.

  હોળીની શુભેચ્છા પાઠવી
  બે દિવસ અગાઉ એલિફન્ટ દ્વિપના ગામડાઓમાં વીજળી પહોચી છે. આ પર્યટનનું કેન્દ્ર છે. દેશ વિદેશથી લાખો પર્યટકો આવે છે. પરંતુ ત્યાં વીજળી ન હતી. હવે અંધકાર દૂર થયો છે. દેશવાસીઓનુ જીવન પ્રકાસ માટે વધારે કોઈ સંતોષ નથી. આપણે હમણા જ શિવરાત્રી ઉજવી હતી. હવે આ મહિનો હોળી માટે અત્યંત પ્રિય છે. બીજી માર્ચે તે ઉજવાશે. હોલિકા દહનનું પણ મહ્ત્વ છે અને તેમાં એકતાનો સંદેશ છે. હું હોળીના રગોત્સવનું શુભેચ્છા પાઠવું છું.
  Published by:Kaushal Pancholi
  First published: