અન્ના પાસે દફનાવવામાં આવ્યા કરૂણાનિધિને, કરોડો સમર્થકોએ આપી વિદાય

પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિના પાર્થિવ દેહને ચેન્નાઈની મરીન બીચ પર દફનાવવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિના પાર્થિવ દેહને ચેન્નાઈની મરીન બીચ પર દફનાવવામાં આવ્યા છે.

 • Share this:
  પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિના પાર્થિવ દેહને ચેન્નાઈની મરીન બીચ પર દફનાવવામાં આવ્યા છે. તેમને તેમના રાજકીય ગુરૂ અન્નાદુરાઈની નજીક દફનાવવામાં આવ્યા છે. અંતિમ સંસ્કારથી પહેલા મરીન બીચ માટે રાજાજી હોલ પાસેથી તેમની શબયાત્રા નિકાળવામાં આવી જેમાં લાખો લોકો સામેલ થયા. સમર્થકોએ ભીની આંખોએ કરૂણાનિધિને અંતિમ વિદાય આપી.

  કરૂણાનિધિના અંતિમ સંસ્કારમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી અને રાજનેતા શામેલ થયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, તેલંગાનાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવ, માકપા મહાસચિવ પ્રકાશ કરાત, કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓએ કરૂણાનિધિને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

  કેરલના રાજ્યપાલ પી સદાશિવમ, મુખ્યમંત્રી વિજયન અને વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલા સાથે રાજાજી હોલમાં શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા. ચાંડીએ કહ્યું, "તેઓ અમારા દેશના એક દિગ્ગજ નેતા અને ખુબ જ શાનદાર પ્રશાસક હતા. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કેરલ અને કેરલાવાસીઓનું ધ્યાન રાખતા હતા. અમારા વચ્ચે રહેલા સારા સંબંધને હું યાદ કરૂ છું"

  તમિલ ફિલ્મ જગતના લોકોએ પણ આ દિવંગત નેતાને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પિત કરી. પેરિયાર ઈવી સ્વામીના નિધન પછી કરૂણાનિધિ દ્વારા લખેલ એક કવિતાને સંવાદદાતાઓ સામે રજૂ કરતી વખતે લેખક અને ગીતકાર વૈરામુથુ રોઈ પડ્યા.

  જણાવી દઈએ કે, બુધવારે સવારે જ મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે મરીન બીચ પર કરવા માટે પરવાનગી આપી દીધી હતી. પોતાના નેતાના અંતિમ દર્શન કરવા માટે રાજાજી હોલ બહાર પાર્ટીના સમર્થકોની ભારે ભીડ જમા થઈ હતી, જે દર્શન કરવા માટે આતુર હતા. આ દરમિયાન પોલીસને ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થઈ ગયા અને 26 લોકો ઘાયલ થયા છે.

  તો બીજી બાજુ ડીએમકે કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિન પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી. સ્ટાલિને તે સાથે જ કહ્યું, પોલીસ અમને સુરક્ષા આપે કે ના આપે પરંતુ હું તમારા પગ પકડીને વિનંતિ અને વિનર્મ નિવેદન કરૂ છું કે, શાંતિ વ્યવસ્થા બનાવી રાખીને ધીમે-ધીમે અહીથી તમે હટી જાઓ.
  Published by:Mujahid Tunvar
  First published: