Home /News /national-international /Neil Armstrong: ચંદ્રના આ સેમ્પલ્સની થશે હરાજી, નીલ આર્મસ્ટ્રોંગે પહેલા મિશન પર કર્યા હતા કલેક્ટ

Neil Armstrong: ચંદ્રના આ સેમ્પલ્સની થશે હરાજી, નીલ આર્મસ્ટ્રોંગે પહેલા મિશન પર કર્યા હતા કલેક્ટ

અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે અપોલો 11 મિશન દરમિયાન ચંદ્રના અમુક સેંપલ્સ કલેક્ટ કર્યા હતા.

Neil Armstrong: અમેરિકી અંતરિક્ષ યાત્રી (American Astronaut) નીલ આર્મસ્ટ્રોંગે અપોલો 11 મિશન દરમિયાન ચંદ્રના અમુક સેંપલ્સ એકત્ર કર્યા હતા. હવે આ સેંપલ્સની હરાજી (Lunar Samples Auction) કરવામાં આવી રહી છે.

Neil Armstrong: ચંદ્ર (Moon) પર પગ મૂકનારા સૌ પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong) ના નામથી બધા પરિચિત છે. હવે તેમણે ચંદ્ર પરથી એકત્ર કરેલા સેંપલ્સ (Lunar Samples)ની હરાજી કરવામાં આવી રહી છે. તેની હરાજીમાંથી 9 કરોડ રૂપિયાથી વધારે રકમ ભેગી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અપોલો 11 મિશન ઉપર કર્યા હતા કલેક્ટ

WION વેબસાઇટ અનુસાર અમેરિકી અંતરિક્ષ યાત્રી (American Astronaut) નીલ આર્મસ્ટ્રોંગે અપોલો 11 મિશન દરમિયાન ચંદ્રના અમુક સેંપલ્સ એકત્ર કર્યા હતા. હવે આ સેંપલ્સની હરાજી (Lunar Samples Auction) કરવામાં આવી રહી છે. આ સેંપલ્સ એ બેચનો ભાગ છે, જેમાં 5 એલ્યૂમીનિયમ સ્ટબ્સ પણ સામેલ છે. હરાજી થનારા સેંપલ્સ 10 મિલીમીટર કાર્બન ટેપ છે, જેમાં ચંદ્રના ટુકડા રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આ ગ્રહ પર પાણીની જગ્યાએ થાય છે પથ્થરોનો વરસાદ! જાણો શું છે તેનું કારણ

ચોરવામાં આવ્યા હતા સેંપલ્સ

ન્યૂયોર્કની ઓક્શન કંપની બોનહમ્સનું કહેવું છે કે, સ્પેસના ઇતિહાસમાં આ પ્રકારની આ પહેલી હરાજી છે. હરાજીમાં સામેલ થનારા ચંદ્રના આ અનોખા ટુકડાઓની કિંમત 8 લાખ ડોલર (આશરે 6,07,50,400 કરોડ રૂપિયા)થી 1.2 મિલિયન ડોલર (9,11,43,000 કરોડ રૂપિયા)ની વચ્ચે રહેશે તેવો અંદાજો છે. આ ટુકડાઓને નાસા દ્વારા ખોવાયેલા માનવામાં આવતા હતા. તેને હચિંસન, કંસાસમાં કોસ્મોસ્ફીયર સ્પેસ મ્યુઝિયમના ક્યૂરેટર મેક્સ આર્યએ ચોરી લીધા હતા.

ફોટોની પણ હરાજી કરવામાં આવી હતી

જો કે, આ ટુકડાઓને બાદમાં યુએસ માર્શલ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. નાસાના ડોક્ટર રોય ક્રિસ્ટોફર્સને પુષ્ટિ કરી હતી કે આ ચોરેલા સેંપલ્સ જ હતા. આ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા લેવામાં આવેલા બજ એલ્ડ્રિનના મૂનવોક (Moonwalk)ના 70થી વધારે ફોટોને કોપેનહેગન (Copenhagen)માં 1,72,000 ડોલર (આશરે 1,30,61,366 કરોડ રૂપિયા)માં નિલામ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Isaac Newton: શું રહસ્યમય સંજોગોમાં થયું હતું ન્યૂટનનું મૃત્યુ?

પહેલું અંતરિક્ષ યાન હતું અપોલો 11

તમને જણાવી દઈએ કે અપોલો 11 અમેરિકન સ્પેસક્રાફ્ટ હતું, જેણે સૌથી પહેલા મનુષ્યને ચંદ્ર પર ઉતાર્યું હતું. છેલ્લી વખત માનવે ચંદ્ર ઉપર 1972માં અપોલો 17 મિશન દરમિયાન પગલા મૂક્યા હતા. જો કે, હવે નાસા ફરી 2025-2026માં અંતરિક્ષ યાત્રિઓને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.
First published:

Tags: Lunar Dust, Moon walker neil armstrong, Neil Armstrong, Science News, World News in gujarati