ચંદીગઢ: લુધિયાણાના જૂના કોર્ટ કોમ્પ્લેક્સમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast in Ludhiana court district court complex) થવાથી અફરાતફરીનો માહોલ છે. કોર્ટ સંકુલના ત્રીજા માળે આ વિસ્ફોટ થયો હતો. ધમકા બાદ કોર્ટ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયાના સમાચાર છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, જ્યાં વિસ્ફોટ થયો હતો તેની બારી પણ ઉખડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં જજ સાહિબાનો કોર્ટ રૂમ પણ છે.
બેંકની હડતાળને કારણે ભીડ ઓછી હતી
આ બોમ્બ બિલ્ડિંગના ત્રીજા માળના બાથરૂમમાં મુકવામાં આવ્યો હતો. સદનસીબે આજે કોર્ટમાં વકીલોની હડતાળ હોવાને કારણે ભીડ ઓછી હતી નહીં તો આ દૂર્ઘટનામાં ઘણી જાનહાની થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિસ્ફોટ એવા સમયે થયો છે, જ્યારે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ ચૂંટણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા પંજાબમાં વાતાવરણ ડહોળવા માટે એલર્ટ જારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબનું વાતાવરણ બગાડવાના ઈરાદે જ આવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પંજાબના સીએમ લુધિયાણા ગયા
લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટ પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, "હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. સરકાર એલર્ટ પર છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં."
I am going to Ludhiana. Some anti-national elements are doing such acts as Assembly elections are nearing. The government is on alert. Those found guilty will not be spared: Punjab CM Charanjit Singh Channi on explosion at Ludhiana District Court Complex pic.twitter.com/T6trPdLr6b
વિસ્ફોટ પર શોક વ્યક્ત કરતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે,પંજાબ પોલીસે મામલાની અંદર જવું જોઈએ.
Disturbing news of a blast at Ludhiana court complex. Saddened to know about the demise of 2 individuals, Praying for the recovery of those injured. @PunjabPoliceInd must get to the bottom of this.
પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી દરમિયાન જ આવી ઘટનાઓ સામે આવે છે. બ્લાસ્ટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી છે.
ચૂંટણી દરમિયાન, 31 જાન્યુઆરી 2017ના રોજ, ભટિંડાની મૌર મંડી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ બ્લાસ્ટમાં પાંચ નિર્દોષ લોકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. બોમ્બમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકરમાંથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં મારુતિ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર