'હું મુસ્લિમ છું, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા ઇચ્છુ છું'- બુક્કલ નવાબ

Parthesh Nair | News18
Updated: January 8, 2016, 5:05 PM IST
'હું મુસ્લિમ છું, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા ઇચ્છુ છું'- બુક્કલ નવાબ
ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીના નેતા બુક્કલ નવાબે શુક્રવારે એક મોટુ નિવેદન આપતા કહ્યું કે, તેઓ અયોધ્યા માં રામ મંદિર નિર્માણના પક્ષમાં છે. તેઓએ કહ્યું કે, તે રામ મંદિરના નિર્માણ માટે તમામ પ્રકારનો સહયોગ આપવા માટે તૈયાર છે.

  • News18
  • Last Updated: January 8, 2016, 5:05 PM IST
  • Share this:
ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીના નેતા બુક્કલ નવાબે શુક્રવારે એક મોટુ નિવેદન આપતા કહ્યું કે, તેઓ અયોધ્યા માં રામ મંદિર નિર્માણના પક્ષમાં છે. તેઓએ કહ્યું કે, તે રામ મંદિરના નિર્માણ માટે તમામ પ્રકારનો સહયોગ આપવા માટે તૈયાર છે.

બુક્કલ નવાબે કહ્યું કે, અગર અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે તો, તે 10 લાખ રૂપિયા અને સોનાનું મુગટ આપશે.

એક ન્યૂઝ એજન્સીને આપેલ ઇન્ટરવ્યૂમાં બુક્કલ નવાબે કહ્યું કે, 'હું અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા ઇચ્છું છું, જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો હું 10 લાખ રૂપિયા અને સોનાનું મુગટ દાનમાં આપીશ.'

તેઓએ કહ્યું કે, 'હું એક મુસ્લિમ છુ અને ભગવાન રામની ખૂબ ઇજ્જત કરૂં છું. હું ઇચ્છું છું કે, અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય.'

ઉલ્લેખનીય છે કે, બુક્કલ નવાબનું આ નિવેદન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીના તે, નિવેદનના બાદ આવ્યું છે, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે, વર્ષના અંતમાં અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ જશે.

સ્વામીએ દાવો કર્યો હતો કે, ઓગષ્ટ-સપ્ટેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટ આ અંગે પોતાનો ચૂકાદો આપી દેશે અને તેના બાદ નિર્માણ શરૂ થઇ જશે. તેઓએ કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ આંદોલનના માધ્યમથી નહીં, બલકે કોર્ટના આદેશ બાદ થશે. સ્વામીએ કહ્યું હતું કે, આ માટે બુદ્ધિજીવી મુસ્લિમોની પણ સહમતી લેવામાં આવશે.સ્વામીના આ નિવેદન બાદ વિપક્ષ દ્વારા કર્કશ પ્રક્રિયાઓ પણ જોવા મળી હતી. કોંગ્રેસ, સપા અને બસપાએ આને ચૂંટણીમાં સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતુ.
First published: January 8, 2016, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading