માયાવતીએ પોતાના ભાઈને BSPના ઉપાધ્યક્ષ પદથી હટાવ્યો, આ છે કારણ

બસપા સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

BSP અધ્યક્ષ માયાવતીએ પોતાની પાર્ટીના બંધારણમાં થોડા ફેરફાર કર્યા છે. BSPમાં કરવામાં આવેલા આ ફેરફાર પ્રમાણે માયાવતી પછી જે પણ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળશે તેના પરિવારનો કોઇપણ સભ્ય સંગઠનમાં કોઇપણ સ્તરનું પદ નહીં સંભાળે.

 • Share this:
  BSP અધ્યક્ષ માયાવતીએ પોતાની પાર્ટીના બંધારણમાં થોડા ફેરફાર કર્યા છે. BSPમાં કરવામાં આવેલા આ ફેરફાર પ્રમાણે માયાવતી પછી જે પણ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળશે તેના પરિવારનો કોઇપણ સભ્ય સંગઠનમાં કોઇપણ સ્તરનું પદ નહીં સંભાળે. માયાવતીના આ જાહેરાત પછી પોતાના ભાઇ આનંદ કુમારને પણ બીએસપીના ઉપાધ્યક્ષ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે.

  માયાવતીએ એ પણ ઘોષણા કરતા જણાવ્યું હતું કે, જે કોઇપણ પાર્ટીના અધ્યક્ષ બનશે તેના પરિવારના  નજીકના કોઇપણ સભ્યોને કોઇ ચૂંટણી લડાવવામાં નહીં આવે અને રાજ્યસભાના સાંસદ, MLC અને મંત્રી પણ બનાવવામાં નહીં આવે.
  આ દરમિયાન માયાવતીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આગામી 20-22 વર્ષ સુધી પોતે પાર્ટીની કમાન સંભાળશે.  કોઇ બીજો નેતા પાર્ટીનો અધ્યક્ષ કે તેનો ઉત્તરાધિકારી બનવાના સપના ન જુએ.

  પાર્ટીને વધારે સારી બનાવવા માટે માયાવતીએ પાર્ટીમાં અનેક ફેરફાર કર્યા જેમાં BSPમાં પહેલીવાર નેશનલ કોઓર્ડિનેટરની નિમણુક કરવામાં આવી.
  વીર સિંહ એડવોકેટ અને જયપ્રકાશ સિંહને પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. આર.એસ. કુશવાહને યુપીને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાયા અને રામઅચલ રાજભરને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી આપવામાં આવી છે.
  Published by:Ankit Patel
  First published: