અટલજીની અસ્થિનું ઉત્તર પ્રદેશની દરેક નદીઓમાં કરાશે વિસર્જન

 • Share this:
  પાછલા બે મહિનાથી દિલ્હીના એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 16 ઓગસ્ટની સાંજે 5.05 વાગે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. અટલજીના નિધન પછી યૂપીના સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, તેમની અસ્થિઓને દરેક જિલ્લાની પવિત્ર નદીઓના પ્રવાહીત કરવામાં આવશે. વાજપેયીના નિધન પછી તેમના પાર્થિવ શરીરને દિલ્હીના 6 કૃષ્ણા મેનન માર્ગ સ્થિત તેમના સરકારી આવાસ પર રાખવામાં આવ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં નેતાઓ અને હસ્તીઓ હાજર છે.

  જણાવી દઈએ કે, યૂપી સાથે વાજપેયીનો ખુબ જ ઉંડો સંબંધ રહ્યો છે અને આ રાજ્યને તેમની કર્મભૂમિ કહેવામાં આવે છે. તેઓ લખનઉથી સાંસદ રહ્યાં અને યૂપીમાં બીજેપીને સત્તાના શિખર સુધી પહોંચાડવામાં વાજપેયીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ કારણે જ વાજપેયીના સન્માનમાં રાજ્યના બધા જ સરકારી કાર્યાલય, શાળા-કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  અટલજીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે આજે સવારે 9 વાગે બીજેપીના હેડક્વોટર લાવવામાં આવ્યો. જ્યાં બપોરે 1 વાગે બીજેપી મુખ્યાલયથી સ્મૃતિ સ્થળ સુધી તેમની અંતિમ યાત્રા નિકાળવાામં આવશે અને સાંજે તેમનું અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સ્મારક સ્થળ પર કરવામાં આવશે.
  Published by:Mujahid Tunvar
  First published: