Home /News /national-international /CM યોગીનો આદેશ- મંદિર હોય કે મસ્જિદ, ગેરકાયદેસર અને મોટા અવાજ વાળા લાઉડ સ્પીકર 30 એપ્રિલ સુધી ઉતારો

CM યોગીનો આદેશ- મંદિર હોય કે મસ્જિદ, ગેરકાયદેસર અને મોટા અવાજ વાળા લાઉડ સ્પીકર 30 એપ્રિલ સુધી ઉતારો

લાઉડ સ્પિકર પર CM યોગીનો મહત્વનો નિર્ણય

Loudspeaker Row: આ મામલે અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ શાસનાદેશ જારી કરતાં તમામ પોલીસ સ્ટેશનને કહ્યું કે, અભિયાન ચલાવી ગેરકાયદે અને મોટા અવાજમાં વાગતા લાઉડ સ્પિકરને તુરંત જ હટાવી દેવામાં આવે. 30 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ શાસનને મોકલવામાં આવે. એવું ન કરવાં પર સંબંધિત પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ ...
  લખનઉ: દેશભરમાં લાઉડ સ્પીકર માટે ઉઠેલાં વિવાદ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યાં છે. સરકાર તરફથી દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો કે, મંદિર હોય કે મસ્જિદ ગેરકાયદેસર અને મોટા અવાજ વાળા લાઉડ સ્પીકર 30 એપ્રિલ સુધી ઉતારી લેવામાં આવે. સાથે જ નક્કી કરવામાં આવેલાં અવાજ પ્રમાણે જ લાઉડસ્પીકરનો પ્રયોગ ધાર્મિક સ્થળ પર કરવામાં આવે.આ સંબંધે અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ શાસનાદેશ જારી કરતાં તમામ પોલીસ સ્ટેશનને કહ્યું કે, અભિયાન ચલાવી ગેરકાયદે અને મોટા અવાજમાં વાગતા લાઉડ સ્પિકરને તુરંત જ હટાવી દેવામાં આવે. 30 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ શાસનને મોકલવામાં આવે. એવું ન કરવાં પર સંબંધિત પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  અવનીશ અવસ્થીએ જિલ્લાનાં પોલીસ ઓફિસર અને કમિશ્નરેટ વાળા જિલ્લાને પોલીસ કમિશ્નરોને નિર્દેશ આપ્યો છે કે, ધર્મગુરુઓ સાથે સંવાદ કરી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવામાં આવે. સાથે જ જે કાયદેસરનાં છે તેમનાં અવાજને નિર્ધારિત માપદંડનું અનુપાલન સુનિશ્ચિત કરવાનું રહેશે. 10 માર્ચ 2018 અને 4 માર્ચ 2018નાં શાસનાદેશને હવાલો આપતાં કહ્યું કે, આ નિયમોનું પાલન સુનિશ્ચિત થાય. સાથે જ એમ પણ કહ્યું કે, આવાં ધર્મસ્થળોની સૂચિ તૈયાર કરવામાં આવે જ્યાં નિયમોને અણદેખા કરવામાં આવે છે.
  " isDesktop="true" id="1203057" >

  125 ધાર્મિક સ્થળોથી ઉતારવામાં આવશે લાઉડસ્પીકર-
  બીજી તરફ એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં 125 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય લગભગ 17 હજાર લોકોએ પોતે તેનો અવાજ ઓછો કર્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા છે કે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરવામાં આવે. તેનો અવાજ માત્ર પરિસરમાં જ રહ્યો. આ આદેશ બાદ લાઉડ સ્પીકર હટાવી દેવામાં આવ્યા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Lucknow, Remove illegal loudspeakers, Yogi Government

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन