Home /News /national-international /Yogi Adityanath's Interview: 'જો હિન્દુ છોકરી સુરક્ષિત છે તો મુસ્લિમ છોકરીઓ પણ સુરક્ષિત છે' - સીએમ યોગી આદિત્યનાથ

Yogi Adityanath's Interview: 'જો હિન્દુ છોકરી સુરક્ષિત છે તો મુસ્લિમ છોકરીઓ પણ સુરક્ષિત છે' - સીએમ યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે મુસ્લિમ વિશે ટિપ્પણી કરી - ફાઇલ તસવીર

Yogi Adityanath's Interview: વાતચીત દરમિયાન યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, સામાન્ય માણસે ભારત જોડો યાત્રાને કયા સ્વરૂપમાં લીધી છે, તે સિવાય તેની કેટલી દૂર અને કેટલા સમય સુધી અસર પડશે તે તેની સફળતા પર પણ નિર્ભર છે. અંતમાં યોગીજીએ કહ્યુ કે, આ તેમની પાર્ટીનો પોતાનો વિષય છે અને તેઓ પોતાનું કામ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

વધુ જુઓ ...
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યૂઝ18 ઈન્ડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન નેટવર્ક18ના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, ‘યુપીમાં તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. જો હિન્દુ છોકરીઓ સુરક્ષિત છે, તો મુસ્લિમ છોકરીઓ પણ સુરક્ષિત છે. અમારી તમામ યોજનાઓ મુસ્લિમો સહિત દરેકને લાભ આપે છે. તેમાં ચૂંટણી જેવું કંઈ હોતું નથી. કોઈ તુષ્ટિકરણ હોતું નથી. હું મોહન ભાગવતના મુસ્લિમો અંગેના નિવેદન સાથે સહમત છું.’

સંચાલકજીએ સાચા સંદર્ભમાં કહ્યુ છેઃ આદિત્યનાથ


સીએમ યોગી આદિત્યનાથે આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદન સાથે સહમત થતા કહ્યુ હતુ કે, ‘માનનીય સંચાલકજીએ જે કહ્યું છે તે એકદમ સાચા સંદર્ભમાં સારી રીતે કહી છે. આપણે ભારતીય દૃષ્ટિકોણ અપનાવવો પડશે, દરેક ભારતીયે જાતિ અને ધર્મમાંથી ઊઠીને પોતાને ભારતીય નાગરિક માનવો પડશે અને ભારતનો દૃષ્ટિકોણ પણ એ જ કહે છે. આ મારું માનવું છે, બીજાનું છે. નાના મગજના લોકો આવું જ કરે છે. મોટા મનના લોકો માટે આખું વિશ્વ એક કુટુંબ છે. જો આપણે દરેકને સર્વગ્રાહી દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરીશું તો ક્યાંય વિવાદ નહીં થાય.’


મુસ્લિમોએ તેમનું વલણ થોડું બદલવું જોઇએઃ યોગી


ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ‘ભારતના મુસ્લિમોને ડરવાની જરૂર નથી. ભારતમાં ઈસ્લામને કોઈ ખતરો નથી. પરંતુ તેમણે તેમનું વલણ થોડું બદલવું પડશે. અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનવા માંગીએ છીએ. આ વિચાર પડતો મૂકવો જોઈએ.’ બીજી તરફ, મુસ્લિમ સમાજ સાથેના જોડાણ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્ન અંગે સીએમ યોગીએ કહ્યું કે, ‘કોઈને જોડવા માટે વ્યક્તિની જાતિ અને ધર્મની જરૂર નથી. જો કે, સરકારની યોજનાઓ દ્વારા તેમની સાથે સીધો સંવાદ કરવાનો કાર્યક્રમ કરી શકાય.’
First published:

Tags: Cm yogi, Cm yogi aadityanath, CM Yogi Adityanath, Cm yogi adityanath exclusive interview, Uttar pradesh cm yogi adityanath, Yogi adityanath

विज्ञापन