Home /News /national-international /Yogi Adityanath's Interview: યોગી આદિત્યનાથનો કોંગ્રેસ પર જોરદાર હુમલો, કહ્યું - વિભાજન તેમની ભેટ છે

Yogi Adityanath's Interview: યોગી આદિત્યનાથનો કોંગ્રેસ પર જોરદાર હુમલો, કહ્યું - વિભાજન તેમની ભેટ છે

યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યૂ

Yogi Adityanath's Interview: વાતચીત દરમિયાન યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, સામાન્ય માણસે ભારત જોડો યાત્રાને કયા સ્વરૂપમાં લીધી છે, તે સિવાય તેની કેટલી દૂર અને કેટલા સમય સુધી અસર પડશે તે તેની સફળતા પર પણ નિર્ભર છે. અંતમાં યોગીજીએ કહ્યુ કે, આ તેમની પાર્ટીનો પોતાનો વિષય છે અને તેઓ પોતાનું કામ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

વધુ જુઓ ...
લખનૌઃ વર્ષ 2023ના સૌથી વિસ્ફોટક ઇન્ટરવ્યૂમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM યોગી આદિત્યનાથ) વિપક્ષની રાજનીતિ અને 2024 માટેની વ્યૂહરચના વિશે News18 India સાથે વિશિષ્ટ વાતચીત કરી હતી. નેટવર્ક18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં જ્યારે તેમને ભારત જોડો યાત્રા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને કહ્યુ હતુ કે, ‘વિભાજન માત્ર કોંગ્રેસની ભેટ છે.’

રાહુલ ગાંધીને વિભાજન વારસામાં મળ્યું છેઃ યોગી


સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, ‘1947થી કોંગ્રેસ દેશને જાતિ, આસ્થા અને ધર્મના આધારે, પ્રદેશ અને ભાષાના આધારે વહેંચી રહી છે. રાહુલ ગાંધીને વિભાજન વારસામાં મળ્યું છે, જે તેઓ દેશને આપી રહ્યા છે. જો રાહુલે તેમની નકારાત્મકતા છોડી દીધી હોત તો કોંગ્રેસને તેનો ફાયદો મળત, પરંતુ નકારાત્મકતા તેમની તમામ ઉપલબ્ધિઓને નષ્ટ કરી દે છે. કોઈપણ કાર્યક્રમની સફળતાનો અંદાજ ભીડની હાજરી પરથી ન લગાવી શકાય.’


કોંગ્રેસ કામ કરવા સંપૂર્ણ સ્વતંત્રઃ આદિત્યનાથ


વાતચીત દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, ‘સામાન્ય માણસે ભારત જોડો યાત્રાને કયા સ્વરૂપમાં લીધી છે, આ સિવાય તેની અસર ક્યાં સુધી, કેટલા સમય સુધી રહેશે, તે પણ તેની સફળતા પર નિર્ભર છે.’ અંતમાં તેમણે કહ્યુ હતુ કે, ‘આ તેમની પાર્ટીનો પોતાનો વિષય છે અને તેઓ પોતાનું કામ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, પરંતુ તેમણે દેશને એ પણ જણાવવું જોઈએ કે તેમનો ઉદ્દેશ્ય શું છે.’
First published:

Tags: CM Yogi Adityanath, Cm yogi adityanath exclusive interview, Uttar pradesh cm yogi adityanath, Yogi adityanath