વિવેક તિવારી મર્ડરઃ આરોપી સિપાહીના સમર્થનમાં યુપી પોલીસ, 5 ઓક્ટોબરે કાળો દિવસ!

ફાઇલ તસવીર

લખનઉના ગોમતીનગર વિસ્તારમાં એપલના એન્જિનિયર વિવેક તિવારીની હત્યાના આરોપી સિપાહી પ્રશાંત ચૌધરી અને સંદીપ ઉપર કાર્યવાહી સામે યુપી પોલીસ ઢીલી નજરે ચડે છે.

 • Share this:
  લખનઉના ગોમતીનગર વિસ્તારમાં એપલના એન્જિનિયર વિવેક તિવારીની હત્યાના આરોપી સિપાહી પ્રશાંત ચૌધરી અને સંદીપ ઉપર કાર્યવાહી સામે યુપી પોલીસ ઢીલી નજરે ચડે છે. પોલીસ કર્મચારી સામે કાર્યવાહી વિરુદ્ધ મોટો વિરોધ કરવાની તૈયારીમાં છે. યુપી રાજ્ય પોલીસ કર્મચારી પરિષદ તરફથી વોટ્સએપ ઉપર મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં વિવેક તિવારી હત્યાકાંડના સિપાહીઓ ઉપર કાર્યવાહીને એક તરફી જણાવતા વિરોધની તૈયારી કરવામાં આવી છે.

  યુપી રાજ્ય પોલીસ કર્મચારી પરિષદે આ માટે અલ્હાવાદમાં એક મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં પોલીસ કર્મચારીઓ ઉપરની કાર્યવાહી, આત્મહત્યા અને વિરોધથી જોડાયેલી રુપરેખા નક્કી હશે. 5 ઓક્ટોબરે યુપી પોલીસના સિપાહી કાળો દિવસ મનાવશે. એક અન્ય સંગઠન અરાજપત્રિત પોલીસ વેલફેર એસોસિએશન યુપીએ પણ 5 ઓક્ટોબરને કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે.

  ઉલ્લેખનીય છે કે, વિવેક તિવારી હત્યાકાંટને લઇને આરોપી સિપાહીઓ પ્રશાંત ચૌધરી અન સંદીપ સામે એક તરફી કાર્યવાહીને લઇને યુપી પોલીસના સિપાહીઓમાં ખાસ આક્રોશ છે. આ કારણે સસ્પેન્ડ પછી વ્હોર્ટએપ અને સોશિયલ મીડિયા ઉપર અભિયાન છોડ્યું છે. પ્રશાંત ચૌધરીની પત્ની રાખીએ અપીલ કરી છે કે કેસ લડવા માટે તેમના અકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર પણ થઇ ચુક્યા છે. 1 ઓક્ટોબર સુધી રાખીના એકાઉન્ટમાં 5.28 લાખ રૂપિયા જમા થઇ ચુક્યા છે.

  આ પહેલા એસઆઇટીની ટીમ મંગળવારે આ મામલે એકમાત્ર સાક્ષી સના અને મૃતક વિવેક તિવારીની પત્ની સાથે ઘટના સ્થળ ઉપર અવલોકન કર્યું હતું. આ દરમિયાન સનાના નિવેદનના આધાર ઉપર ક્રાઇમ સીન અને રીક્રિએટ કરાયું હતું. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે સનાનું નિવેદન નોંધ્યું હતું. આ સમયે એસઆઇટી તપાસ ટીમના પ્રમુખ સુજીત પાન્ડે પણ હાજર રહ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે, વિવેક તિવારીના મોત મામલે સાક્ષી સના પહેલી વખત સોમવારે ચુપ્પી તોડી હતી. તેમણે મીડિયાને ઘટનાની સંપૂર્ણ કહાની જમાી હતી. સનાએ કહ્યું હતું કે, "હું ઘટના સમયે વિવેકની સાથે ગાડીમાં જ હાજર હતી. સર મને ગાડીમાં ઘરે છોડવા માટે આવતા હતા. રસ્તામાં સિપાહી જોયા જે ગુસ્સામાં હતા. એટલા માટે ગાડી રોકવી યોગ્ય ન્હોતું લાગતું. અમારી કાર સિપાહીઓને અડી પણ ન્હોતી. અમારે પોલીસ સાથે કોઇજ બોલાચાલી થઇ ન્હોતી."
  Published by:ankit patel
  First published: