વિવેક તિવારી હત્યાકાંડઃ સોશિયલ મીડિયા ઉપર DGPને પડકાર ફેંકનાર પોલીસને કરાયો સસ્પેન્ડ

સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી સર્વેશ ચૌધરી

વિવેક તિવારી હત્યાકાંડ બાદ આરોપી સિપાહીઓ સામે કાર્યવાહીને લઇને સોશિયલ મીડિયા ઉપર ડીજીપી ઓપી સિંહને પડકાર ફેંકનાર એટાના પોલીસ કર્મી સર્વેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

 • Share this:
  વિવેક તિવારી હત્યાકાંડ બાદ આરોપી સિપાહીઓ સામે કાર્યવાહીને લઇને સોશિયલ મીડિયા ઉપર ડીજીપી ઓપી સિંહને પડકાર ફેંકનાર એટાના પોલીસ કર્મી સર્વેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ફોર્સ સામે આક્રોશ પેદા કરવાના અભિયાનમાં સામેલ સિપાહીઓ સામે અનુશાસનાત્ક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

  એટલું જ નહીં સિપાહીઓને ભડકાવનારા અજ્ઞાત લોકો સામે રાજધાની લખનઉમાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. DGP હેડક્વાર્ટરે સસ્પેન્ડ સિપાહીઓના સંગઠન દ્વારા શુક્રવારે કાળો દિવસ મનાવવાને લઇને એલર્ટ રજૂ કર્યું છે.

  ગુરુવારે ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી અસંતોષ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક સસ્પેન્ડ અને સેવારત સિપાહીઓનો સમાવેશ હોવાની જાણકારી મળી છે. આમાં એવા લોકો પણ સામેલ છે જે લોકો નકલી આઇડીથી પોતાને પોલીસ કર્મચારી ગણાવે છે. જેઓ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક અને ઉગ્ર પોસ્ટ કરે છે. આવામાં સિપાહીઓ ઉપર કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

  સર્વેશ ચૌધરીએ લખ્યું હતું કે, મેં સિપાહીઓને પૈસા આપ્યા હતા મને સસ્પેન્ડ કરો
  વિવેક હત્યાકાંડ બાદથી જ સિપાહીઓનો એક વર્ગ આરોપી સિપાહીના પક્ષમાં ઊભો રહ્યો છે. પહેલા આરોપી સિપાહી પ્રશાંત ચૌધરીની પત્ની રાખીના ખાતામાં પૈસા જમા કરવાનું અભિયાન ચાલ્યું હતું. ત્યારબાદ 5 ઓક્ટોબરે કાળો દિવસ મનાવવાનો નિર્ણય લેવાયો હતો.

  6 ઓક્ટોબરે અલ્હાબાદમાં એસોસિએશનની બેઠકનો મેસેજ વાયરલ થયો હતો. 25મી બટાલિય પીએસીથી સંબદ્ધ મથુરાના રહેનારા સર્વેશે આ વાતને લઇને પોસ્ટ કરી હતી. કે "મને સસ્પેન્ડ કરો મેં સિપાહીઓને પૈસા આપ્યા હતા. "
  Published by:ankit patel
  First published: