Kanpur Shootout : ફરીદાબાદમાં UP STFના હાથમાંથી ભાગી નીકળ્યો હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, સરેન્ડર કરવાની ફિરાકમાં હતો

News18 Gujarati
Updated: July 8, 2020, 9:53 AM IST
Kanpur Shootout : ફરીદાબાદમાં UP STFના હાથમાંથી ભાગી નીકળ્યો હિસ્ટ્રીશીટર વિકાસ દુબે, સરેન્ડર કરવાની ફિરાકમાં હતો
વિકાસ દુબે

  • Share this:
કાનપુર (Kanpur)માં આઠ પોલીસકર્મીઓની શહીદી મામલે બુધવારે યુપી એસટીએફ (UP STF)ને વિકાસ દુબે (Vikas Dubey)ના સાથે અમર દુબે (Amar Dubey)ને હમીરપુર (Hamirpur) એન્કાઉન્ટરમાં (Encounter) મારી નાંખ્યો. જો કે આ ચક્કરમાં હિસ્ટ્રીશીટર અને આ કેસનો મુખ્ય આરોપી વિકાસ દુબે યુપી એસટીએફના હાથથી ભાગી નીકળ્યો. કાનપુર હત્યાકાંડને અંજામ આપ્યા પછી વિકાસ દુબે ભાગી રહ્યો છે. તેણે હરિયાણાના ફરીદાબાદમાં એક હોટલમાં રૂમ લીધો હતો તેની જાણકારી મળી હતો પણ ડોક્યૂમેન્ટ ના હોવાના કારણે તેને રૂમ ન મળ્યો. આ જાણકારી પછી એસટીએફની ટીમ હોટલ પર પહોંચી હતી. પણ ત્યાં સુધી તે ભાગી નીકળ્યો હતો.

યુપી એસટીએફે ફરીદાબાદમાં તેના બે ઓળખીતાની અટક કરી તેમનાથી પુછપરછ કરવામાં આવી છે. એસટીએફને આશંકા છે કે વિકાસ દુબે કોર્ટમાં કોર્ટમાં સરેન્ડર કરવાની ફિરાકમાં હતો. જો કે હાલ થોડા સમયમાં એસટીએફની ટીમ પ્રેસ કોન્ફર્ન્સ કરશે.

જાણકારી મુજબ વિકાસ દુબેનો નજીકનો મનાતો અમર દુબે પણ તેની સાથે ફરીદાબાદમાં હતો. તે પોતાના એક સંબંધીને ત્યાં છુપવા જઇ રહ્યો હતો. બીજી તરફ એસટીએફ પણ વિકાસ દુબેના તમામ નજીકના અને સંબંધીઓ પર નજર બનાવીને રાખી છે. જો કે જ્યારે પોલીસે અમર દુબેને ઘેરવાનો પ્રયાસ કર્યો તો તેને ફાયરિંગ કરી જે પછી જવાબી ફાયરિંગમાં તેની મોત થઇ. આ ઘટનામાં ઇન્સ્પેક્ટર મનોજ શુક્લા અને એક એસટીએફના સિપાહીને પણ ગોળી લાગી છે. જેની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો : STFએ ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના રાઇટ હેન્ડ અમર દુબેને ઠાર માર્યો

પણ બીજી તરફ આ કેસમાં મુખ્ય આરોપી ઘટનાના આટલા સમય પછી પણ પોલીસને માત આપવામાં સફળ રહ્યો છે. વિકાસ દુબે હજી પણ ફરાર છે અને પોલીસ તેની બધે શોધી રહી છે. વળી તેણે વકીલોના માધ્યમથી કોર્ટમાં સરેન્ડર કરવાના પ્રયાસો પણ શરૂ કર્યું છે. હાલ તો વિકાસ દુબેની છેલ્લી લોકેશન ફરીદાબાદમાં મળી છે. જ્યાં તે એક હોટલના રૂમ લેવા પહોંચ્યો હતો. પણ પોલીસ ત્યાં પહોંચી તે પહેલા જ તે ભાગી ગયો. ફરીદાબાદમાં હાલમાં તેના બે ઓળખીતાની સઘન પોલીસ પુછપરછ થઇ રહી છે.
અને પોલીસને શંકા છે કે તે હરિયાણા કે દિલ્હી કોર્ટમાં સરેન્ડર કરે.
Published by: Chaitali Shukla
First published: July 8, 2020, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading