ઉન્નાવ ગેંગરેપ પીડિતાની હાલત ખુબ ગંભીર, એરલિફ્ટ કરી દિલ્હી લવાઈ

ઉન્નાઓ ગેંગરેપ પીડિતાને ગંભીર હાલતમાં દિલ્હી એરલિફ્ટ કરવામાં આવી રહી છે

રવિન્દ્ર કહે છે કે, રેપ પીડિતા દોડતી-દોડતી આવી રહી હતી તો, અમે ડરી ગયા હતા, તે પૂરી રીતે સળગી ઉઠી હતી. અમને લાગ્યું આ કોઈ ચૂડેલ છે.

 • Share this:
  જીવતી સળગાવ્યા બાદ દર્દથી પીડાઈ રહેલી ઉન્નાવ ગેંગરેપ પીડિતા જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. 90 ટકાથી વધારે સળગી ગયેલી પીડિતાની હાલત ખુબ નાજૂક બતાવવામાં આવી રહી છે. લખનઉની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સલાહ બાદ તંત્ર હવે તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.

  પીડિતાને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી હતી. લખનઉ ટ્રાફિક પોલીસે સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ટ્રાફિક પોલીસે સાંજે 6 વાગ્યાથી ગ્રીન કોરિડોર તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર, તંત્રએ એરલિફ્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલને કહી દીધુ હતું. સાંજે 7થી 7.30 કલાકમાં પીડિતાને એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી.

  ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ પીડિતાને રેપ કર્યા બાદ જીવતી સળગાવવાના મામલે એક સાક્ષી રવિન્દ્ર પ્રકાશ સામે આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જીવતી સળગાવ્યા બાદ પીડિતા લગભગ એક કિલોમીટર સુધી દોડ્યા બાદ તેમની પાસે મદદ માટે પહોંચી હતી. ત્યારબાદ તેમના ફોનથી પીડિતાએ ખુદ 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને ઘટનાની સૂચના આપી. પીડિતાએ વાત કર્યા બાદ પીઆરવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.

  રવિન્દ્ર પ્રકાશે જણાવ્યું કે, તે દોડતી-દોડતી આવી રહી હતી અને બચાવો-બચાવોની ચીસો પાડી રહી હતી. જ્યારે તેને પુછ્યું કે તમે કોણ છો તો તેણે પોતાની ઓળખ બતાવી હતી. રવિન્દ્ર કહે છે કે, અમે ડરી ગયા હતા, તે પૂરી રીતે સળગી ઉઠી હતી. અમને લાગ્યું આ કોઈ ચૂડેલ છે. અમે પાછા ભાગ્યા અને ડંડો ઉઠાવ્યો, આ દરમિયાન અમે કુલ્હાડી લાઓ કુલ્હાડી લાઓની બુમો પણ પાડી.

  રવિન્દ્રએ વધુમાં જણાવ્યું કે, તેણે પોતાની ઓળખ બતાવ્યા બાદ પણ અમારો ડર ઓછો નહોતો થયો અને તેને દુર ઉભી રાખી. ત્યારબાદ પીડિતાએ અમારી પાસે ફોન માંગ્યો અને જાતે જ 100 નંબર પર વાત કરી, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તેને લઈ જતી રહી.

  ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલામાં 2 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પીડિતાના નિવેદનના આધાર પર આરોપીઓ વિરુદ્ધ 307, 326 અને 506ની કલમ લગાવી કેસ નોંધવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published: