સ્વિગી વુમન રિઝવાના સાથે ન્યૂઝ 18 લોકલની ખાસ વાતચીત
હકીકતમાં જોઈએ તો, ત્રણ વર્ષ પહેલા તેનો પતિ ગુમ થઈ ગયો હતો. બાળકોને ઉછેરવાની જવાબદારી તેના માથે આવી. પહેલા તેણે અલગ અલગ જગ્યાએ ઘરેલૂ કામ કર્યું, પણ ત્યાં રજા નહોતી મળતી અને તે બાળકોને સમય આપી શકતી નહોતી.
લખનઉ: સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં લખનઉમાંથી એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુરખામાં એક મહિલા સ્વિગીની બેગ લઈને ચાલતી જતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા બાદ લોકો એ જાણવા માગે છે કે, આખરે આ મહિલા કોણ છે. શું તે સ્વિગીમાં ડિલીવરી ગર્વ છે અથવા કોઈ બીજું? આ જાણવા માટે લોકલ 18ની ટીમ પહોંચી છે જૂના લખનઉની જનતા નગરી, જ્યાં ખૂબ જ સાંકળી ગલીમા એક રુમમાં રિઝવાના પોતાના ત્રણ બાળકો સાથે રહે છે.
હકીકતમાં જોઈએ તો, ત્રણ વર્ષ પહેલા તેનો પતિ ગુમ થઈ ગયો હતો. બાળકોને ઉછેરવાની જવાબદારી તેના માથે આવી. પહેલા તેણે અલગ અલગ જગ્યાએ ઘરેલૂ કામ કર્યું, પણ ત્યાં રજા નહોતી મળતી અને તે બાળકોને સમય આપી શકતી નહોતી. તેથી તેણે વિચાર્યું કે, તે જાતે કોઈ કામ કરે અને આ જ ક્રમમાં ડાલીગંજમાં એક વેપારીએ 50 રૂપિયામાં સ્વિગીને બેગ ખરીદી અને તેની અંદર ડિસ્પોઝલ અને બીજી વસ્તુ રાખીને વેચવા માટે લખનઉના રસ્તાઓ પર નીકળી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયાની જાણકારી તેને ત્યારે મળી, જ્યારે ચપ્પલની એક દુકાન પર પ્લાસ્ટિકની થેલીઓ પહોંચાડવા ગઈ હતી. " isDesktop="true" id="1322759" >
વાયરલ થઈ તો, યૂટ્યૂબરોની લાઈન લાગી
જ્યાં રિઝવાના પોલિથીન વેચવા પહોંચી હતી, તે દુકાનના માલિકે તેનો વાયરલ થઈ રહેલો ફોટો બતાવ્યો અને ભવિષ્ય માટે શુભકામના આપી. ત્યાર બાદ તેના ઘરે લોકોની લાઈનો લાગી. સ્થિતી એવી થઈ કે, સવારથી લઈને સાંજ સુધી યૂટ્યૂબર અને અન્ય લોકો તેને મળવા આવવા લાગ્યા. રિઝવાનાએ જણાવ્યું કે, તેને એક દિવસમાં કમાણી 2000 સુધી થઈ જાય છે. ફક્ત જૂના લખનઉમાં જ તે પોતાનો સામાન વેચે છે.
રિઝવાનાએ જણાવ્યું કે, તે 3 કલાક દરરોજ ચાલીને જાય છે. ત્યાર બાદ તે ઘરે આવે છે. નજીકમાં આવેલા એક ઘરમાં ખાવાનું બનાવા પણ જાય છે. તેને ચાર બાળકો છે. એક છોકરીના તેણે લગ્ન કર્યા છે. બે છોકરી અને એક છોકરો હાલમાં તેની સાથે રહે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર