Home /News /national-international /યુપીમાં 37-37 સીટો ઉપર લડશે સપા-બસપા, કોંગ્રેસને માત્ર બે સીટ!

યુપીમાં 37-37 સીટો ઉપર લડશે સપા-બસપા, કોંગ્રેસને માત્ર બે સીટ!

માયાવતી અને અખિલેશ યાદવ

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સાથે મળીને લડવા માટે સપા અને બસપાએ સમ્મતી દર્શાવી છે.

  લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સાથે મળીને લડવા માટે સપા અને બસપાએ સમ્મતી દર્શાવી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ગઠબંધન અંતર્ગત સીટોની વહેચણી કરવા માટે મંજૂરી આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના ત્યાગરાજ માર્ગ ઉપર સ્થિત ઘરમાં અખિલેશ યાદવ સાથે બેઠક થઇ હતી. બેઠક દરમિયાન સપા અને બસપા સુપ્રીમોએ વચ્ચે ગઠબંધન ઉપર મુહર લગાવવાની સાથે સીટોની સંખ્યાને પણ મંજૂરી આપી છે.

  સુત્રોના જણાવ્યા પ્રમણે સપા અને બસપા 37-37 સીટો ઉપર પોતાના ઉમેદવાર ઊભા કરશે. બે સીટો રાષ્ટ્રીય લોકદળ માટે છોડી દીધી છે. બે સીટો મહાગઠબંધનના અન્ય સાથીઓ માટે છોડાશે. આ ઉપરાંત જો કોંગ્રેસ આવે છે તે બે સીટો આપવામાં આવશે. આ અંતર્ગત રાહુલ ગાંધી માટે અમેઠી અને સોનિયા ગાંધીના રાયબરેલી સીટ છોડાશે. અન્ય સીટો ઉપર સપા અને બસપાના ગઠબંધન ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે.

  આ પણ વાંચોઃ-અયોધ્યા વિવાદ પર પહેલીવાર બોલ્યા રાહુલ, 'રામ મંદિર નહીં, રોજગારી હશે ચૂંટણી એજન્ડા'

  સુત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય સાથીઓના મહાગઠબંધનમાં નહી જોડવાની સ્થિતિમાં 1-1 સીટ સપા અને બસપા વહેંચી લેશે. કોંગ્રેસ પાર્ટીને અત્યારે બેથી વધારે સીટો આપવા માટે બંને નેતાઓએ ઇન્કાર કરી દીધી છે.

  આ પણ વાંચોઃ-સ્મૃતિએ કહ્યું 'ભાજપના વિકાસને લીધે રાહુલને વારંવાર અમેઠી આવવું પડે છે'

  માનવામાં આવી રહ્યું છે કે, સપા-બસપાની સાથે રાલોદનું જોડાવું નક્કી છે. જોકે, કોંગ્રેસ ઉપર સસ્પેન્શ બની રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ સીટો વધારવાની માંગણી કરી રહી છે પરંતુ બંને પક્ષો આ અંગે ખુશ નથી. માયાવતી કોંગ્રેસને વધારે ભાવ નહીં આપી રહ્યા. મધ્ય પ્રદેશમાં બસપાના એકલા લડવાનું એલાન કર્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: 2019 election, ઉત્તર પ્રદેશ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन