સીતીપુરની એક પ્રાઈમરી સ્કૂલના બાળકોએ દલિત મહિલાના હાથે બનાવેલ ભોજનને જમવાની ના પાડી દીધી. આ ઘટના પલહારિયા ગામની છે, જ્યાં યાદવ અને બ્રાહ્મણ જાતીના લોકોની સંખ્યા વધારે છે. જેવા આ સમાચાર ફેલાયા કે મિડ ડે મીલમાં જમવાનું કોઈ દલિત મહિલા દ્વારા બનાવવામાં આવ્યું છે, તો સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના પરિવારજનો ભેગા થઈ ગયા અને તેમણે વિરોધ કર્યો. 76 બાળકોમાંથી માત્ર 6 બાળકોએ મિડ ડે મીલનું ભોજન ખાધુ, બાકી બધુ જમવાનું ફેકવું પડ્યું.
બતાવવામાં આવી રહ્યું છે કે, જમવાનું બનાવનાર મહિલા અરખ જાતીની છે. તેને મિડ ડે મીલ બનાવવા માટે અસ્થાઈ રીતે નિયુક્ત કરવામાં આવી છે. પહેલા યાદવ જાતીની એક મહિલા જમવાનું બનાવવાનું કામ કરતી હતી. સ્કૂલના પ્રિંસિપાલનું કહેવું છે કે, તેમણે તમામ વાલીઓને કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સાંભળવા જ તૈયાર ન થયું.
આ ઘટનાની નીંદા કરતા પૂર્વ આઈપીએસ અધિકારી અને સોશિયલ એક્ટિવિસ્ટ એસ આર દારાપુરે તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ખાવાનું બનાવનાર મહિલાનો બહિસ્કાર કરવો તે યૂપી સરકારના આદેશનું ઉલ્લંઘન છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશમાં સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, સામાજિક રીતે પછાત જાતીના લોકોને મિડ ડે મીલ બનાવવા માટે રાખવામાં આવે, જેથી બાળકોના મગજમાંથી જાતી આધારિત ભેદભાવની માન્યતા ખતમ કરી શકાય.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર