Home /News /national-international /ભાજપના સાંસદે એવું કામ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમના વખાણ કર્યા, જાણો સમગ્ર માહિતી
ભાજપના સાંસદે એવું કામ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમના વખાણ કર્યા, જાણો સમગ્ર માહિતી
આ સાંસદના ઘરમાં ચકલીઓનાં 100 જેટલા માળા...
House of sparrows: ભાજપા સાંસદ વ્રજલાલે જણાવ્યુ હતુ કે, ગોમતી નગરમાં આ ઘરના પાયો વર્ષ 2010માં નાંખવામાં આવ્યો હતો. વર્ષ 2011માં પહેલીવાર ચકલીની જોડી ઘરમાં આવી હતી. તેને જોઈને માટીના ગલ્લાને ઘરમાં માળા તરીકે ટીંગાવ્યો હતો અને આસપાસ પાણી, ચોખા અને બાજરાની વ્યવસ્થા કરી દીધી હતી.
અંજલિ સિંહ રાજપૂત, લખનૌઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ વૃજલાલે તેમનું ઘર ચકલીઓને સમર્પિત કરી દીધું છે. એકબાજુ આજે ચકલી લુપ્ત પક્ષીઓમાં જવાની તૈયારી છે. ત્યાં બીજીતરફ સાંસદે તેમના ઘરમાં 100થી વધુ ચકલીઓના માળાને સુરક્ષિત રાખ્યાં છે. તેમના કલબલાટથી આખું ઘર નહીં આખોય વિસ્તાર જીવંત રહે છે.
દિલ્હીમાં રહેતા ભાજપના સાંસદ વૃજલાલે જણાવ્યુ હતુ કે, ગોમતીનગર વિસ્તારમાં વર્ષ 2010માં આ ઘરનો પાયો નાંખવામાં આવ્યો હતો. વર્ષ 2011માં પહેલીવાર આ ઘરમાં ચકલીઓની જોડી આવી હતી. તે જોઈને તેમણે તાત્કાલિક માટીના ગલ્લાને માળાની જેમ બનાવી લટકાવ્યો હતો અને તેની આસપાસ પાણી, ચોખા અને બાજરાની વ્યવસ્થા કરી હતી. અહીંથી આ સફર શરૂ થાય છે. જોતજોતામાં આજે અહીંયા 100થી વધુ ચકલી રહે છે. ઘરમાં ડાળખીના માળામાં ચકલીઓ રહે છે.
તેઓ જણાવે છે કે, નાનપણમાં તેમનું ઘર સિદ્ધાર્થનગરના એક નાનકડા ગામમાં હતું. ત્યારે તેમની માતા વરસાદ હોય કે કોઈપણ સિઝન હોય તો કહેતી હતી કે, ચકલી માટે દાણા-પાણીની વ્યવસ્થા કરી નાંખો જેથી ચકલીઓ ભૂખી ન રહે. ત્યારથી આ સંસ્કાર તેમનામાં આવ્યા છે અને આજે પણ તેઓ સતત તેને જાળવી રાખે છે.
વડાપ્રધાને પણ વખાણ કર્યા
ભાજપના સાંસદના આ પ્રયત્ન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યો છે અને તેમણે ટ્વીટ કરી લોકોને આવા પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપી હતી.
" isDesktop="true" id="1355761" >
ઘરની ચારેબાજુ હરિયાળી છે
ભાજપ સાંસદનું આ આખુંય ઘર હરિયાળીથી ઘેરાયેલું છે. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તમને રંગબેરંગી માળાઓ દેખાશે. તેમાં ચકલીઓ અવરજવર કરતી જોવા મળશે. તેના પર બેસેલી જોવા મળશે. દાણા-પાણી લેતા જોવા મળશે. તેટલું જ નહીં, અહીં ચકલીઓએ નારિયેળની છાલથી પણ માળા બનાવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર