IAS બી. ચંદ્રકલાના ઘર પર CBIના દરોડા, દિલ્હી-યૂપીમાં 12 જગ્યાઓ પર રેડ

IAS બી. ચંદ્રકલા

બી. ચંદ્રકલા યૂપીની દબંગ આઈએએસ અધિકારી તરીકે ઓળખાય છે. સોશિયલ મીડિયા પર ચંદ્રકલાની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે.

  • Share this:
    યૂપીના હમીરપુરમાં થયેલા ગેરકાયદે ખનનના મામલામાં સીબીઆઈએ શનીવારે તત્કાલીન ડીએમ બી. ચંદ્રકલા વિરુદ્ધ લખનઉ આવાસ પર રેડ કરી છે. સીબીઆઈની ટીમે તેમના ઘર પરથી કેટલાએ જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા છે. સફાયર અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં સીબીઆઈની ટીમ હાલ તપાસ કરી રહી છે.

    સીબીઆઈની ટીમ હમીરપુરમાં પણ રેડ કરી રહી છે. જ્યાં ટીમે 2 મોટા મોરંગ વ્યવસાયિકોના ધર પર રેડ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, રમેશ મિશ્રા અને સત્યદેવ દીક્ષિત શહેરના મોટા મોરંગ વેપારી છે. આ દરમ્યાન ટીમે બેડ અને સોફા ખોલી તપાસ કરી રહી છે. સીબીઆઈની 15 સભ્યોની ટીમ કાર્યવાહીમાં લાગેલી છે.

    તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવની સરકારમાં આઈએએસ બી. ચંદ્રકલાની પોસ્ટિંગ પહેલી વખત હમીરપુર જીલ્લામાં જીલ્લા અધિકારી પદ પર કરવામાં આવી હતી. આરોપ છે કે, આ આઈએએસએ જુલાઈ 2012 બાદ હમીરપુર જીલ્લામાં 50 મોરંગના પટ્ટા કર્યા હતા. જ્યારે ઈ-ટેંડર દ્વારા મોરંગના પટ્ટા પર સ્વીકૃતિ આપવાનો પ્રાવધાન હતોંતુ બી. ચંદ્રકલાએ તમામ પ્રાવધાનોને નજર અંદાજ કર્યા હતા.

    તમને જણાવી દઈએ કે, વર્ષ 2015માં ગેરકાયદે જાહેર કરેલા મોરંગ ખનનને લઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે 16 ઓક્ટોબર 2015ના રોજ હમીરપુરમાં જાહેર કરવામાં આવેલા તમામ 60 મોરંગ ખનનના પટ્ટા ગેરકાયદે જાહેર કરી તેને રદ્દ કરી દીધા હતા.

    અરજીકર્તાએ શું કહ્યું છે
    અરજીકર્તા વિજય દ્વિવેદી અનુસાર, મોરંગ ખદાનો પર પૂરી રીતે રોક લગાવ્યા બાદ પણ જીલ્લામાં ગેરકાયદે રીતે ખુલ્લેઆમ ખનન કરવામાં આવ્યું. 28 જુલાઈ 2016ના તમામ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે ગેરકાયદે ખનનની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

    સો. મીડિયા પર બી ચંદ્રકલા ખુબ ફેમસ છે
    બી. ચંદ્રકલા યૂપીની દબંગ આઈએએસ અધિકારી તરીકે ઓળખાય છે. સોશિયલ મીડિયા પર ચંદ્રકલાની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે. તે કેટલી ફેમસ છે તેનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે. તેની ફેન ફોલોઈંગ મોટા કલાકોરોને પણ માત આપે તેવી છે. બી ચંદ્રકલાના ફોલોઅર્સની સંખ્યા કેટલાએ લાખોમાં છે.
    Published by:kiran mehta
    First published: