ઉત્તર પ્રદેશમાં સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો હવે આવી રીતે થશે રિકવરી

ઉત્તર પ્રદેશમાં સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો હવે આવી રીતે થશે રિકવરી
યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે આ બાબતમાં એક નવો અધ્યાદેશ પાસ કરી દીધો

 • Share this:
  લખનઉ : ઉત્તર પ્રદેશમાં ધરણા-પ્રદર્શન દરમિયાન સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારને હવે જોરદાર પાઠ ભણાવવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની(CM Yogi Adityanath)સરકારે આ બાબતમાં એક નવો અધ્યાદેશ પાસ કરી દીધો છે. શુક્રવારે થયેલી કેબિનેટ મીટિંગમાં ઉત્તર પ્રદેશ પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રિકવરી અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે. અધ્યાદેશ પાસ કરાવવાના મામલાને લખનઉમાં CAA સામે પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને આ પછી આરોપીઓના પોસ્ટર લગાવવાના મામલા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

  ઉલ્લેખનીય છે કે લખનઉમાં આરોપીઓના પોસ્ટર લગાવવા સામે અલ્હાબાદ હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લેતા પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દા પર યૂપી સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે, જ્યાં મામલાને મોટી બેંચ સામે સુનાવણી માટે મોકલી આપવામાં આવ્યો છે. આ પછી યોગી સરકારે આજે નવો અધ્યાદેશ જાહેર કર્યો છે. આ અધ્યાદેશ લાગુ થયા પછી યૂપીમાં અત્યારે કોઈ આંદોલન, ધરના પ્રદર્શનમાં જો કોઈ સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેના ક્ષતિપૂર્તિની વ્યવસ્થા આ કાનૂનમાં કરવામાં આવશે.  આ પણ વાંચો - કોરોના વાયરસ પર પીએમ મોદીની સાર્ક દેશોને અપીલ, ભૂટાને કહ્યું - આને કહેવાય લીડરશિપ

  કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વિશેષ રુપથી કહ્યું હતું કે દેશમાં રાજનીતિક જુલુસ કે આવા કાર્યક્રમો દરમિયાન સંપત્તિના નુકસાનને લઈને કાયદો બનાવવાની જરુર છે. આ સંબંધમાં આ અધ્યાદેશ કેબિનેટમાં લાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો છે. આ સંબંધમાં નિયમાવલી બનશે. નિયમાવલીમાં બધા બિંદુઓ પર વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવશે. હાલ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.
  First published:March 13, 2020, 21:41 pm

  ટૉપ ન્યૂઝ