લખનઉના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં તૈનાત સિહાપીનો પુત્ર આઇપીએસ બન્યો છે. ત્યારબાદ વધારે આનંદની વાત તો એ છે કે લખનઉ જિલ્લામાં પોસ્ટિંગ મળી છે. પિતા હવે પોતાના આઇપીએસ પુત્રના નીચે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવથી બદલી મળ્યા પછી લખનઉના એએસપી (ઉત્તરી) બનાવવામાં આવેલા આઇપીએસ અનૂપ સિંહના પિતા જનાર્દન વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં સિપાહી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જનાર્દન સિંહ ગર્વથી કહે છે કે, ઓન ડ્યુટી કેપ્ટનને સેલ્યૂટ કરશે. આઇપીએસ અનૂપ સિંહ કહે છે કે, ઘ ઉપર પિતાને પગે લાગીને આશિર્વાદ લેશે પરંતુ ફરજ નિભાવતી વખતે પ્રોટોકોલનું પાલન કરશે. જનાર્દન સિંહે જણાવ્યું હતું કે, પુત્ર કડક અને ઇમાનદાર છે.
અનૂપ સિંહના જણાવ્યા પ્રમાણે ફરજ અને સંસ્કાર તેમના પિતાથી સીખ્યા છે. આ પહેલા તેઓ ગાઝિયાબાદ, નોઇડામાં પોસ્ટિંગ પછી ઉન્નાવમાં એએસપી રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, જનાર્દન સિંહ મૂળ રૂપથી બસ્તીનગર પોલીસ સ્ટેટશન વિસ્તારના પિપરા ગૌતમ ગામના રહેવાસી છે. નોકરીના સિલસિલામાં અલગ અલગ જિલ્લામાં રહે છે. આવી સ્થિતિ વચ્ચે પુત્રની પ્રારંભીક શિક્ષા બારાબંકીમાં થઇ છે.
આઇપીએસ અનૂપ સિંહના પિતા
ગ્રેજ્યુએશન ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયથી કર્યુ છે. જેએનયુથી પીજી કર્યાબાદ પુત્ર સિવિલ સર્વિસની તૈયારી કરી અને પહેલીવારમાં જ સિવિલ સર્વિસમાં પસંદ થઇને આઇપીએસ અધિકારી બન્યા હતા. જનાર્દન સિંહના જણાવ્યા પ્રમાણે દિલ્હી સ્થિત જેએનયુ વિવિમાં સારા ગુણ આવવાથી પુત્રને સ્કોલરશિપ મળી હતી. પોતાના સીમિત ખર્ચના પગલે ના પાડવા છતાં પુત્રએ સ્કોલરશિપના રૂપિયા ઘરે મોકલી દીધા છે.
જનાર્દન સિંહના જણાવ્યા પ્રમાણે પરિવારમાં તેમની પત્ની કંચન સિંહ, પુત્રી મધુ અને પુત્રવધુ અશુલ છે. તેઓ પરિવાર સાથે વિક્રાંત વિસ્તારમાં સ્થિત પોતાના ઘરમાં રહે છે. પુત્ર અધિકારી છે અને તેઓ પોતાના સરકારી આવાસમાં રહે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર