બાહુબલીના દીકરાના ઘરે દરોડાં, હથિયારો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

News18 Gujarati
Updated: October 18, 2019, 10:11 AM IST
બાહુબલીના દીકરાના ઘરે દરોડાં, હથિયારો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
જેલમાં કેદ બાહુબલી મુખ્તાર અન્સારીનો દીકરો અબ્બાસ શૂટિંગ ચેમ્પિયન રહી ચૂક્યો છે

જેલમાં કેદ બાહુબલી મુખ્તાર અન્સારીનો દીકરો અબ્બાસ શૂટિંગ ચેમ્પિયન રહી ચૂક્યો છે

  • Share this:
લખનઉ : જેલમાં કેદ મુખ્તાર અન્સારી (Mafia Don Mukhtar Ansari)ના દીકરા અબ્બાસ અન્સારી (Abbas Ansari)ના દિલ્હી (Delhi)ના વસંતકુંજ સ્થિત ઘરે લખનઉ પોલીસ (Lucknow Police)એ દરોડાં પાડ્યા છે. દરોડામાં પોલીસને 6 હથિયાર અને ચાર હજારથી વધુ કારતૂસ મળી આવ્યા છે. જપ્ત કરવામાં આવેલા હથિયારોની કિંમત લાખોમાં હોવાનું કહેવાય છે. લખનઉ ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસ (Delhi Police)એ ગુરુવારે અબ્બાસ અન્સારીના વસંતકુંજના બંગલાથી આ હથિયાર અને કારતૂસો જપ્ત કર્યા. નોંધનીય છે કે, હથિયારો જોઈને પોલી પણ ચોંકી ગઈ હતી.

દરોડામાં વિદેશી હથિયારો જપ્ત

જપ્ત કરવામાં આવેલા હથિયારોમાં ઈટલી, ઓસ્ટ્રીયા અને સ્લોવેનિયા મેડ રિવોલ્વર, બંદૂક અને કારતૂસ સામેલ છે. ઇટલી અને સ્લોવેનિયાથી ખરીદવામાં આવેલી ડબર બેરલ અને સિંગલ બેરલ ગન પણ છે. આ ઉપરાંત મેગ્નમની રાઇફલ, અમેરિકા મેડ રિવોલ્વર, ઓસ્ટ્રીયની સ્લાઇડ અને ઑટો બોર પિસ્તલ પણ જપ્ત કરવામાં આવી છે. ઓસ્ટ્રીયામાં બનેલી મેગઝીન અને સાડા ચાર હજાર કારતૂસ પણ પોલીસને મળ્યા છે.

અબ્બાસની ધરપકડ થઈ શકે છે

નોંધનીય છે કે, 12 ઑક્ટોબરે લખનઉના મહાનગર પોલીસ સ્ટેશનમાં અબ્બાસ અન્સારી પર કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે અબ્બાસે એક જ શસ્ત્ર લાઇસન્સ પર છેતરપિંડીથી પાંચ હથિયાર ખરીદ્યા. એટલું જ નહીં તેની પર છેતરપિંડી કરી આર્મ્સ લાઇસન્સ દિલ્હી ટ્રાન્સફર કરવાનો પણ કેસ નોંધ્યો હતો. આ જપ્તી બાદ કહેવામાં આવી રહ્યું છે કે શૂટર રહેલા અબ્બાસ અન્સારીની ધરપકડ થઈ શકે છે.

મહાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે કેસ

લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે, અબ્બાસે આ હથિયારો અને કારતૂસ, દસ્તાવેજોમાં ચેડાં કરી અલગ-અલગ રાજ્યોથી પ્રાપ્ત કર્યા છે. તેમાંથી કેટલાક હથિયાર વિદેશોમાંથી મંગાવવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે, એસટીએફની તપાસ બાદ એક લાઇસન્સ પર પાંચ હથિયાર ખરીદવાના આરોપમાં શનિવારે લખનઉના મહાનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એસએસપીએ જણાવ્યું કે, એસએસપી ક્રાઇમ, સીઓ ગાઝીપુર અને દિલ્હી પોલીસની મદદથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

શૂટિંગનો ઇન્ટરનેશનલ ખેલાડી

નોંધનીય છે કે, બાહુબલી મુખ્તાર અન્સારીનો દીકરો અબ્બાસ અન્સારી શૉટ ગન શૂટિંગનો ઇન્ટરનેશનલ ખેલાડી છે. દુનિયાના ટૉપ ટેન શૂટરોમાં સામેલ અબ્બાસ નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છે ઉપરાંત દુનિયાભરમાં મેડલ જીતીને દેશનું નામ પણ રોશન કરી ચૂક્યો છે.

(ઇનપુટ: ઋષભમણિ ત્રિપાઠી)

આ પણ વાંચો,

દેશમાં ગધેડાની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો : પશુગણના રિપોર્ટ
શું વીર સાવરકરને મળશે ભારત રત્ન? અમિત શાહે આપ્યો આ જવાબ
First published: October 18, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading