Mission Paani: CM યોગીએ કહ્યું, 'વન હે તો જલ હે ઔર જલ હે તો કલ હે'

ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે, જેણે પોતાને ત્યાં જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે

News18 Gujarati
Updated: August 27, 2019, 4:56 PM IST
Mission Paani: CM યોગીએ કહ્યું, 'વન હે તો જલ હે ઔર જલ હે તો કલ હે'
મિશન પાની અંતર્ગત News 18 સાથે વાતચીત કરતા ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
News18 Gujarati
Updated: August 27, 2019, 4:56 PM IST
નીતિ આયોગના હાલના રિપોર્ટ અનુસાર, ભારતના 21 શહેરોમાં 2020 સુધી ભૂજળ ખતમ થઈ જશે. જળ સંકટની ભયાવહતાને જોતા News 18 અને હાર્પિક ઘણા સમયથી 'મિશન પાની'ના નામથી કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ ન્યૂઝ 18એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી.

News 18 સાથે વાતચીત કરતા ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમારી સરકારે પ્રદેશમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પર ઘણુ કામ કર્યું છે. આવનારા દિવસોમાં તેના પર વધુ મહેનત કરવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું કે, મિશન પાની માટે તે ન્યૂઝ 18 નેટવર્કને ધન્યવાદ આપે છે, અને આભાર વ્યક્ત કરે છે. સીએમ યોગીએ કહ્યું કે, સ્વર્ગીય અટલ બિહારી બાજપાયીએ કહ્યું હતું કે, ત્રીજુ વિશ્વ યુદ્ધ જો લડવામાં આવસે તો તે પાણીના મુદ્દા પર લડવામાં આવશે.

જળ શક્તિ મંત્રાલયવાળુ પહેલું પ્રદેશ બન્યું UP

સીએમએ કહ્યું કે, મને લાગે છે કે, મોટા પાયે જનસંહાર થાય, તે પહેલા આપણે સંરક્ષણની દીશામાં આગળ આવવું જોઈએ. આજે સૌભાગ્ય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિશામાં શરૂઆત કરી દીધી અને આ કાર્યવાહી યુદ્ધસ્તર પર પ્રારંભ પણ થઈ ચુકી છે. સીએમ યોગીએ કહ્યું કે, આઝાદી બાદ પહેલી વખત જળ સાથે જોડાયેલા વિભાગોને એકીકૃત કરી જળ શક્તિ મંત્રાલય ભારત સરકારે બનાવ્યું છે. ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે, જેણે પોતાને ત્યાં જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે, અને અમે અમારા એક યોગ્ય મંત્રીને તેની જવાબદારી સોંપી છે. એક કાર્યયોજના તેમની સામે પ્રસ્તુત કરી, એક ટાઈમ ફ્રેમ તેમની સામે પ્રસ્તુત કરી તેમને આગલ વધારવા કહ્યું છે. તો આ કાર્યવાહી અમારે ત્યાં પ્રારંભ થઈ ચુકી છે.

વન હે તો જલ હે ઔર જલ હે તો કલ હે - સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે, આ જળ સંચયન, જળ શક્તિનો કાર્યક્રમ જીવનને બચાવવાનો કાર્યક્રમ છે. મારૂ એ માનવું છે કે, પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન, જળ સંચય અને સાથે જ વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ એક સાથે જોડાયેલા છે. અમે માનીએ છીએ કે, 'વન હે તો જલ હે ઔર જલ હે તો કલ હે'. તેને એકબીજાથી અલગ ન કરી શકાય. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, કોઈ પણ આંદોલન, અભિયાન ત્યાર સુધી સફળ ન થઈ શકે, જ્યાં સુધી તેમાં જનસહભાગિતા ન હોય. હું ધન્યવાદ આપીશ કે, ન્યૂઝ18 જેનો આટલો મોટો દર્શકવર્ગ છે તે અભિયાન ચલાવી રહ્યું છે. દર્શક જો આ અભિયાનમાં જોડાય છે તો, તે એક જનઆંદોલનનું રૂપ લેશે અને તેની સફળતામાં કોઈ સંદેહ ન હોવો જોઈએ. હું કહેવા માંગીશ કે, ન્યૂઝ18ના જળ સંયચન કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ સરકાર તમામ પ્રકારનો સહયોગ કરવા માટે તૈયાર છે.
First published: August 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...