Home /News /national-international /Lucknow Adhiveshan: શું અતીક અહેમદની ગાડી પલટશે? UPના DGP બોલ્યા - પોલીસ ગાડીઓ નથી પલટાવતી, માત્ર આરોપી પલટે છે!

Lucknow Adhiveshan: શું અતીક અહેમદની ગાડી પલટશે? UPના DGP બોલ્યા - પોલીસ ગાડીઓ નથી પલટાવતી, માત્ર આરોપી પલટે છે!

લખનૌ અધિવેશનમાં ડીજીપીનો જવાબ

News18 Lucknow Adhiveshan: ઉત્તર પ્રદેશના ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યુ હતુ કે, ‘જો કોઈ પોલીસ પર ગોળી મારે છે તો અમારી ટ્રેનિંગ છે કે અમે ગોળીનો જવાબ ગોળીથી આપીએ.’ ઉમેશ પાલની હત્યાના કાવતરામાં નામ સામે આવ્યા બાદ માફિયા કિંગપિન અને પૂર્વ સાંસદ અતીક અહેમદનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. અતીક અહેમદના વાહન પલટી જવાના સવાલ પર ડીજીપી ચૌહાણે કહ્યુ હતુ કે, યુપી પોલીસના વાહનો પલટી જતા નથી, માત્ર ગુનેગારો પલટાઈ જાય છે. યુપી પોલીસનો કાફલો ઘણો આધુનિક છે.

વધુ જુઓ ...
લખનૌઃ ઉત્તર પ્રદેશના ડીજીપી દેવેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે, ‘અતિક અહેમદ યુપી પોલીસ માટે માત્ર ગુનેગાર છે. તે આંતરરાજ્ય ગેંગનો કિંગપિન છે. પોલીસ જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણની ધરપકડ કરી શકે છે. પરંતુ તેનો સમય વ્યૂહરચના અનુસાર નક્કી કરવામાં આવે છે.’ અતીક અહમદની કાર પલટી જવાના સવાલ પર ડીજીપી ચૌહાણે કહ્યુ હતુ કે, ‘યુપી પોલીસ પાસે આધુનિક કાફલો છે. અમારા વાહનો પલટાતા નથી. માત્ર ગુનેગાર જ પલટાઈ જાય છે.' તેમણે કહ્યું, ‘કોર્ટના આદેશનું પાલન કરવા માટે પોલીસ ગુજરાતથી અતીક અહેમદને યુપી લાવવા માટે ગઈ છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે જેલમાં બંધ ગુનેગારોને લાગે છે કે, તેમનો ખેલ ખતમ થઈ ગયો છે, ત્યારે તેઓ ડરવા લાગે છે.’

માફિયા અતીક અહેમદ વિશે વાત કરતા ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ડીએસ ચૌહાણે કહ્યુ કે, ‘અમારા રેકોર્ડમાં એક ગુનેગારની એક ગેંગ હોય છે અને તે નોંધાયેલી હોય છે. આપણે ગુનેગારોને ગુનેગાર તરીકે જોઈએ છીએ. અમારા માટે તે માત્ર ગેંગ લીડર છે. યુપી પોલીસ જેને ઈચ્છે તેની ધરપકડ કરી શકે છે, તેમને કાયદાના કઠેડામાં ઊભા કરી શકે છે. ક્યારે અને કેવી રીતે કોની ધરપકડ કરવી તે અમારી વ્યૂહરચનાનો ભાગ છે.’ યુપીના ડીજીપી ચૌહાણે કહ્યુ હતુ કે, ‘અમે જેલમાં ઘડાયેલા અનેક કાવતરાને નિષ્ફળ બનાવીએ છીએ અને કેટલીકવાર અમે તેને જાહેર કરતા નથી.’ એન્કાઉન્ટર અંગેના સવાલ પર તેમણે કહ્યુ કે, ‘જો કોઈ પોલીસ પર ગોળીબાર કરે છે તો અમારી ટ્રેનિંગ એ છે કે, અમે ગોળીનો જવાબ ગોળીથી આપીએ. યુપી પોલીસનો પાયો મજબૂત છે.’



ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે 24 માર્ચે તેના બીજા કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ કર્યું છે. આ ખાસ અવસરે News18 India લખનૌ સત્ર (ન્યૂઝ18 લખનૌ) આજે અધિવેશનનું આયોજન કરી રહ્યું છે. આ અવસર પર યુપીના ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યુ કે, ‘સ્થાનિક ગુપ્તચરોને શોધવાનું કામ કરવામાં આવ્યું છે. સીએમ યોગીની સરકારે પોલીસ ટ્રેનિંગમાં રોકાણ કર્યું છે.’ જેલમાં રહીને ગુનેગારોની ગેંગ ચલાવવાના સવાલ પર યુપીના ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યુ કે, ‘જેલમાં રહેતા લોકો પૂજા નથી કરતા. તેમનામાં ગુનાહિત વલણ જોવા મળે છે. તે ત્યારે જ સમાપ્ત થાય છે જ્યારે અદાલતો તેમને દોષિત ઠેરવે છે.’
First published:

Tags: Up police, ​​Uttar Pradesh News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો