Home /News /national-international /કોંગ્રેસે ઉમેદવારનું નવું લિસ્ટ કર્યું જાહેર, ગાજીપુરમાં BJPના મનોજ સિન્હા વિરુદ્ધ ઉતાર્યા આ દિગ્ગજને

કોંગ્રેસે ઉમેદવારનું નવું લિસ્ટ કર્યું જાહેર, ગાજીપુરમાં BJPના મનોજ સિન્હા વિરુદ્ધ ઉતાર્યા આ દિગ્ગજને

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (ફાઈલ ફોટો)

18 ઉમેદવારના નામોવાળા આ લિસ્ટમાં યૂપીની 8 સીટો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

    લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ઉમેદવારનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં કોંગ્રેસે ગાજીપુર લોકસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મનોજ સિન્હા વિરુદ્ધ અજીત પ્રતાપ કુશવાહને ઉમેદવાર બનાવ્યા છે. 18 ઉમેદવારના નામોવાળા આ લિસ્ટમાં યૂપીની 8 સીટો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે યૂપીની એક સીટ પર ઉમેદવાર બદલી દેવામાં આવ્યો છે.

    કોંગ્રેસે આ લિસ્ટમાં હરિયાણાની 6 સીટો, મધ્યપ્રદેશની ત્રણ અને યૂપીની 18 સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે બીજેપી છોડી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા રમાકાંત યાદવને ભદોહીની સીટ આપી છે. જ્યારે, આંબેડકર નગરથી કોંગ્રેસે ઉમ્મેદ સિંહ નિષાદને ઉમેદવાર જાહેર કર્યા છે.

    આ લિસ્ટમાં કોંગ્રેસે યૂપીની જે સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં મોહનલાલગંજ લોકસબા સીટ પર ઉમેદવાર બદલી દેવામાં આવ્યો. કોંગ્રેસે રમાશંકર ભાર્ગવની જગ્યા પર આર કે ચૌધરીને ટિકિટ આપી દીધી છે.

    યૂપીની આ સીટો પર ઉમેદવારના નામની કરાઈ જાહેરાત
    કોંગ્રેસે મોહનલાલ ગંજ લોકસભા સીટ પર આર કે ચૌધરી, આમ્બેડકર નગરથી ઉમ્મેદ સિંહ નિષાદ, ગોંડાથી કૃષ્ણા પટેલ, બસ્તીથી રાજ કિશોર સિંહ, સલેમપુર સીટથી રાજેશ મિશ્રા, જૌનપુરથી દેવવ્રત મિશ્રા, ગાજીપુરથી અજીત પ્રતાપ કુશવાહા, ચંદોલીથી શિવકન્યા કુશવાહા અને ભદોહી લોકસભા સીટથી રમાકાન્ત યાદવને ટિકિટ આપી છે.

    હરિયાણાની સીટના ઉમેદવારો
    આ લિસ્ટમાં કોંગ્રેસે હરિયાણાની 6 સીટો પર ુમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે હરિયાણાની અંબાલા સીટથી કુમારી સૈલજા, સિરસાથી અશોક તંવર, રોહતકથી દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ભિવાની મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી, ગુડગાંવથી કેપ્ટન અજય સિંહ યાદવ અને ફરિદાબાદથી લલિત નાગરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

    મધ્યપ્રદેશમાં આ ઉમેદવારને આપી ટિકિટ
    કોંગ્રેસે આ લિસ્ટમાં એમપીની ત્રણ સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરી. કોંગ્રેસે ભિંડ સીટથી દેવાશિષ જરારિયા, ગ્વાલિયરથી અસોક સિંહ, ધારથી દિનેશ ગિરવાલને ટિકિટ આપી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Lok sabha election 2019, Lucknow, Released

    विज्ञापन
    विज्ञापन