લૉકડાઉનમાં લૂંટઃ ડૉક્ટરને ગોળી મારીને હુમલાખોર કાર ચોરીને ફરાર થઈ ગયા

News18 Gujarati
Updated: April 21, 2020, 11:11 AM IST
લૉકડાઉનમાં લૂંટઃ ડૉક્ટરને ગોળી મારીને હુમલાખોર કાર ચોરીને ફરાર થઈ ગયા
ડૉક્ટરને ગોળી કમરમાં વાગતાં માંડ-માંડ બચ્યો જીવ, CCTVના આધારે હુમલાખોરોની તલાશ

ડૉક્ટરને ગોળી કમરમાં વાગતાં માંડ-માંડ બચ્યો જીવ, CCTVના આધારે હુમલાખોરોની તલાશ

  • Share this:
લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પાટનગર લખનઉ (Lucknow)માં લૉકડાઉન (Lockdown) હોવા છતાંય હુમલાખોરે કોઈ પણ ડર વગર એક ડૉક્ટરને ગોળી મારીને તેમની કાર લૂંટીને ફરાર થઈ ગયા. ઘાયલ ડૉક્ટર વિજય યાદવને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓ હવે ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. ઘટના સોમવાર રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ સુશાંત ગોલ્ફ સિટીના ચૌધરી ખેડાની પાસે બની. પોલીસ હજુ સુધી હુમલાખોરોની ધરપકડ નથી કરી શકી.

મૂળે, KGMU હૉસ્પિટલમાં તૈનાત ડૉ. વિજય યાદવ સોમવાર રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ પોતાના ભત્રીજાના જન્મદિવસમાં સામેલ થવા પોતાના ભાઈના ઘરે ગયા હતા. પરિવારને ઘરે મૂકી થોડીવાર બહાર આંટો મારવા માટે કાર આગળ લઈને ઊભી રાખી. આ દરમિયાન બાઇક સવાર બે હુમલાખોર આવ્યા અને ડૉ. વિજય પાસે કારની ચાવી માંગી. તેમણે ચાવી આપવાનો ઇન્કાર કર્યો તો બદમાશોએ તમંચામાંથી ગોળી મારી દીધી. ગોળી ડૉ. વિજયની કમરમાંથી પસાર થઈને નીકળી ગઈ. આ દરમિયાન બદમાશો કાર લઈને ભાગી ગયા. આ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળીને કેટલાક લોકોને પોલીસને જાણ કરી.

આ પણ વાંચો, પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના બે દીકરાઓને ગોળી મારી, એકનું મોત, પુત્રવધૂઓ પણ ઘાયલ

હુમલાખોરોને શોધવા માટે CCTVનો આશરો

ઘટનાસ્થળે પહોંચેલા એસીપી સંજીવકુમાર સિન્હાએ જણાવ્યું કે, તાત્કાલિક વિસ્તારની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી દીધી છે અને ઘાયલ ડૉ. વિજયને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. મોડી રાત્રે ડૉક્ટરોએ જણાવ્યું કે, વિજય યાદવ ખતરાથી બહાર છે. પોલીસ બદમાશોની ધરપકડ કરવા માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી રહી છે. જે સ્થળે હુમલો થયો હતો ત્યાં ખૂબ સન્નાટો રહે છે. માનવામાં આવી રહ્યું છે કે બદમાશોએ પહેલાથી રેકી કરી હતી. પોલીસનું કહેવું છે કે હુમલાખોરોએ કાર લૂંટવાના ઈરાદાથી ગોળી મારી હતી કે તેમનો ઈરાદો બીજો હતો તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ કરી રહેલી મહિલા કોરોના વોરિયરને સાપ કરડ્યો, સારવાર દરમિયાન મોત
First published: April 21, 2020, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading