કમલેશ તિવારીની હત્યા પછી તેની પત્ની બની હિંદુ સમાજ પાર્ટીની અધ્યક્ષ

News18 Gujarati
Updated: October 26, 2019, 11:35 AM IST
કમલેશ તિવારીની હત્યા પછી તેની પત્ની બની હિંદુ સમાજ પાર્ટીની અધ્યક્ષ
કમલેશ તિવારીની પત્ની

  • Share this:
કમલેશ તિવારી (Kamlesh Tiwari) ની હત્યા પછી તેમની પત્ની કિરણ તિવારી (Kiran Tiwari) હિંદુ સમાજ પાર્ટી (Hindu Samaj Party) ની અધ્યક્ષ બની ગઇ છે. અધ્યક્ષ બન્યા પછી શનિવારે કિરણ તિવારીએ મીડિયાને સંબોધિત કરશે. જેમાં હિંદૂ સમાજ પાર્ટીના મહાસચિવ રાજેશ મણિ ત્રિપાઠી પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારીની 18 ઓક્ટોબરના રોજ લખનઉ સ્થિતિ તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. બે આરોપી અશફાક અને મોઇનુદ્દીન તેમનું ગળું કાપી અને ગોળી મારી હત્યા કરી.

કમલેશ તિવારીની હત્યા પછી તેમના પરિવારજનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. જેમાં તેણે આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. સીએમ યોગીએ પરિવારને 15 લાખની આર્થિક મદદ અને તેમના માટે સીતાપુરમાં મકાન બનાવાની જાહેરાત કરી છે. સાથે જ આરોપીઓ વિરુદ્ઘ ફાસ્ટ ટ્રેકમાં સુનવણી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

 નોંધનીય છે કે ગુજરાત એટીએસ ટીમે મંગળવારે ગુજરાત રાજસ્થાનીય બોર્ડર પરથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એટીએસે જણાવ્યું કે બંને પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. પકડાઇ જવાની બીકે બંને સતત પોતાનું લોકેશન બદલી રહ્યા હતા. પણ તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી જેલના સળિયાની પાછળ નાંખી દીધા છે.

વધુમાં ઉત્તર પ્રદેશ પોલીસે કમલેશ તિવારી હત્યાકાંડમાં વાપરવામાં આવેલ ચાકુ પણ જપ્ત કર્યો છે. કમલેશ તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમની પર 15 વાર ચાકુની હુમલો કરવામાં આવ્યો હતો. અને તે પછી ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં ગળું દબાવાની વાત પણ બહાર આવી છે.
First published: October 26, 2019, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading