રૂષભમણિ ત્રિપાઠી, લખનઉઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એન્કાઉન્ટર (Delhi Encounter) બાદ ધરપકડ કરાયેલા આઈએસઆઈએસ (ISIS Terrorist)ના સંદિગ્ધ આતંકવાદી અબૂ યૂસુફ (Abu Yusuf)ના બલરામપુર સ્થિત ઘરેની પોલીસે ગત સાંજે તલાશી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન તેઓને ત્યાંથી બે માનવ બોમ્બ જેકેટ, વિસ્ફોટક અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પત્ની અને ચાર બાળકોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મૂળે, ધરપકડ બાદ શનિવાર સાંજે પોલીસ અબૂ યૂસુફને લઈ તેના ઘર બલરામપુર પહોંચી હતી. અહીં તેના ઘરની તલાશી લેવામાં આવી. તેની સાથે જ યૂપીએટીએસ (UP ATS)એ ત્રણ લોકોને ઉઠાવ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. જોકે, મોડી રાત્રે દિલ્હી પોલીસની સ્પેશલ સેલની ટીમ અબૂ યૂસુફને લઇ નવી દિલ્હી રવાના થઈ ગઈ.
દિલ્હી પોલીસની ટીમ યૂસુફને લઈ શનિવાર સાંજે ઉત્તર પ્રદેશના બલરામપુર પહોંચી હતી. મળતી જાણકારી મુજબ, ઉતરૌલા કસ્બામાં સ્થિત તેના ઘરે પહોંચી, જ્યાં આતંકી અબૂ યૂસુફ સાથે પૂછપરછ બાદ દિલ્હી પોલીસ અને એટીએસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઈ લીધા. આ લોકોની ઉતરૌલા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તેને મોકામા બઢિયા ભૈસાહી ગામ લઇને પહોંચી. પોલીસની ટીમ અને ઇન્ટેલિજન્સ એજન્સી આતંકી અબૂ યુસૂફની સતત પૂછપરછ કરી રહી છે. આતંકવાદીઓ પાસેથી IED પણ જ્પ્ત કરવામાં આવ્યા. બીજી તરફ, આતંકવાદીઓના તાર ઉત્તર પ્રદેશના બલરામપુર સાથે જોડાયેલા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર