દહેજ માગ-માગ કરતા વરરાજાનું કન્યાપક્ષે માંડવે જ મૂંડન કરી નાખ્યું

News18 Gujarati
Updated: October 22, 2018, 2:44 PM IST
દહેજ માગ-માગ કરતા વરરાજાનું કન્યાપક્ષે માંડવે જ મૂંડન કરી નાખ્યું
વરનું મૂંડન કરી નાંખ્યુ

વરપક્ષની દહેજની માગણી સતત વધતા કંટાળીને કન્યાપક્ષે વરનું મૂંડન કરી પોલીસ હવાલે કર્યો.

  • Share this:
ઉત્તરપ્રદેશમાં એક અજીબ અને રસપ્રદ ઘટના બની હતી. લગ્નનાં દિવસે જ વરપક્ષ દ્વારા દહેજનું લાંબુ લીસ્ટ થતું જતું હતું અને કન્યાપક્ષનાં લોકો અંતે એટલી હદે કંટળી ગયા કે, તેમણે વરરાજા, તેના ભાઇ અને વરરાજાનાં પિતાનું માંડવામાં જ મૂંડન કરી નાંખ્યુ અને તેમને પોલીસ હવાલે કરી દીધા.

પોલીસનાં જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તરપ્રદેશનાં લખનઉમાં આવેલા કુરમાનગરમાં બની હતી. વરપક્ષ દ્વારા લગ્નનાં થોડા દિવસો અગાઉ જ, દહેજની માંગણી શરૂ કરી દીધી હતી અને નવી-નવી માંગણીઓ મૂક્યા કરતા હતા. વરરાજાએ દહેજમાં બાઇક માંગી હતી. આથી, કન્યાપક્ષે તેને પલ્સર બાઇક અપાવી. જો કે, આટલાથી તેને સંતોષ ન થતા, વરરાજાએ આનાથી વધારે સારી બાઇક માંગી. કન્યાપક્ષે આ માંગણી પણ સ્વીકારી પણ વરરાજાની માંગણી વધતી જ ગઇ અને સોનાના દોરાની પણ માંગણી કરી.

લગ્નનાં દિવસે જ્યારે જાન આવી ત્યારે વરરાજાની સાથે તેના પરિવારજનો પણ હતા. તેમાંથી ઘણા બધાએ દારૂ પીધો હતો અને કેટલાક લોકોએ કન્યાના પિતા સાથે ગેરવર્તણૂક પણ કરી. કન્યાનાં પિતા શાકભાજી વેચી જીવન ગુજારે છે.

છૂટાછેડા પછી મહિલા દહેજ મામલે સાસરિયા સામે ફરિયાદ કરી શકે નહી: સુપ્રિમ કોર્ટ

વરપક્ષની સતત વધતી માંગણીઓથી કંટાળી જઇને અંતે સ્થાનિક લોકોએ પણ કન્યાપક્ષે ટેકો આપ્યો. પરિસ્થિતિ પામી ગયેલા મહેમાનોએ ચાલતી પકડી પણ કન્યાપક્ષે વરરાજા, તેના ભાઇ અને વરરાજાના પિતાની અટકાયત કરી લીધી અને તેમને એક પાર્કમાં લઇ ગયા અને એ ત્રણેય જણાનાં મૂંડન કરી નાંખ્યા. આ પછી આ વરરાજા સહિત તેના ભાઇ અને તેના પિતાને પોલીસનાં હવાલે કરી દીધા. પોલીસે આ ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

ઓરિસ્સામાં વરરાજાએ ‘દહેજ’ ના બદલે 1001 વૃક્ષનાં રોપા માંગ્યા!
First published: October 22, 2018, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading