ભોપાલઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના નરસિંહપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-44 પર પાઠાની પાસે મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ છે. અહીં કેરી (Mango) ભરેલો એક ટ્રક (Truck) પલટી ગયો. આ ટ્રકમાં 20 લોકો બેઠા હતા. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોનાં મોત થયા છે. મળતી જાણકારી મુજબ, ટ્રકમાં સવાર તમામ 20 શ્રમિક હૈદરાબાદથી ઉત્તર પ્રદેશના એટા અને ઝાંસી જઈ રહ્યા હતા. પાંચ શ્રમિકો ઉપરાંત બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 13 અન્ય શ્રમિક પણ ઘાયલ થયા છે. આ તમામને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થયા બાદ એસપી અને એસડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મળતી જાણકારી મુજબ, તેમાંથી એક શ્રમિકમાં કોરોના વાયરસના લક્ષણ પણ જોવા મળ્યા છે. ત્યારબાદ આ તમામના કોરોનાની તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસને ટ્રકમાં ભરેલી કેરીને નષ્ટ કરાવી છે.
The truck was laden with mangoes and was going from Hyderabad to Agra. It was carrying a total of 18 people, including 2 drivers and a conductor. 5 out of these 18 people have died: Deepak Saxena, Narsinghpur District Collector #MadhyaPradeshhttps://t.co/JOv9zHEa2spic.twitter.com/dY8aE5Wykk
નોંધનીય છે કે લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના ગૃહ રાજ્ય તરફ પલાયન કરી રહ્યા છે. જોકે, હજુ એ વાતની જાણી નથી થઈ શકી કે દુર્ઘટનાનો શિકાર બનેલા શ્રમિક ટ્રકથી પોતાના ઘરે જઈ રહ્યા હતા કે પછી કેરીના ટ્રક સાથે મજૂર તરીકે સવાર હતા. પ્રશાસન હાલ તેની તપાસમાં લાગી છે.