લખનઉમાં ધોળે દિવસે એન્જિનિયરિંગના સ્ટુડન્ટની ચાકૂ મારી હત્યા, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: February 21, 2020, 7:40 AM IST
લખનઉમાં ધોળે દિવસે એન્જિનિયરિંગના સ્ટુડન્ટની ચાકૂ મારી હત્યા, ઘટના CCTVમાં કેદ
યુવકોના ટોળાએ કાર રોકીને છાતીમાં ચાકૂના ઘા મારી દીધા, જૂનિયરો સાથેનો ઝઘડો પડ્યો ભારે

યુવકોના ટોળાએ કાર રોકીને છાતીમાં ચાકૂના ઘા મારી દીધા, જૂનિયરો સાથેનો ઝઘડો પડ્યો ભારે

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પાટનગર લખનઉ (Lucknow)ના ગોમતી નગરમાં ધોળે દિવસે એન્જિનિયરિંગના એક સ્ટુડન્ટ (Engineering Student)ની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી. 23 વર્ષીય પ્રશાંત સિંહ અલકનંદા એપાર્ટમેન્ટમાં પોતાના એક પરિચિતને મળવા ગયો હતો, ત્યારે 10-12 યુવકોના એક સમૂહે છાતીમાં ચાકૂ મારીને તેની હત્યા કરી દીધી. આ તમામ લોકો ત્યાં તેની રાહ જોઈ રહ્યા હતા. ઘટના સીસીટીવી (CCTV Footage)માં કેદ થઈ ગઈ.

સીસીટીવી ફુટેજમાં યુવકોનું એક સમૂહ ઇનોવા કારને રોકતું હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ આ લોકોએ ફ્રન્ટ સીટ પર બેઠેલા બે લોકો પર હુમલો કરી દીધો. તેની થોડીક સેકન્ડ બાદ પ્રશાંત સિંહને પોતાની છાતી પર હાથ રાખતો કારથી ભાગીને એક બિલ્ડિંગમાં ઘૂસતો જોવા મળ્યો હતો.

પોલીસ (Lucknow Police)એ જણાવ્યું કે, પ્રશાંત સિંહ બિલ્ડિંગની અંદર લોહોથી લથપથ મળી આવ્યો. ત્યારબાદ તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસે જણાવ્યું કે પ્રશાંત વારાણસીનો રહેવાસી હતો અને લખનઉની એક જાણીતી એન્જિનિયરિંગ કૉલેજથી બીટેક કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, પ્રશાંતની બુધવારે પોતાના જૂનિયરોની સાથે એ સમયે બોલાચાલી થઈ હતી જ્યારે તે પોતાના રૂમમેટનો જન્મદિવસ ઉજવવા બારાબંકી ગયો હતો. પ્રશાંતના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તેના જૂનિયર આ હુમલામાં સામેલ હોઈ શકે છે. પોલીસ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, જાપાનમાં યોજાયો Naked Festival, હાડ થીજવતી ઠંડીમાં કપડા પહેર્યા વગર લોકોએ લગાવી દોડ
First published: February 21, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading